ભાણવડમાં ધુળેટી રમી ત્રિવેણી નદીમાં ન્હાવા ગયેલા પાંચ મિત્રોના ડૂબી જતાં મોત, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, પરિવારજનોમાં આક્રંદ

દેવભૂમિ દ્વારકાના ભાણવડની ત્રિવેણી નદીમાં કાલે પાંચ મિત્રોના ડૂબી જવાથી મોત નિપજતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. ભાણવડમાં રહેતા કિશોર વયના પાંચ મિત્રો ધુળેટીના પર્વ પર રંગોથી રમ્યા બાદ ત્રિવેણી નદીમાં ન્હાવા માટે ગયા હતા. અહીં અકસ્માતે ડૂબી જતાં પાંચે’ય મિત્રોના મોત નિપજતાં પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.

કાલે ધુળેટીનું પર્વ હોય ભાણવડના શિવનગર અને રામેશ્વર પ્લોટ વિસ્તારમાં રહેતા કિશોર વયના પાંચ મિત્રો રંગે રમ્યા બાદ ત્રિવેણી નદીમાં ન્હાવા માટે પહોંચ્યા હતા. અહીં કોઈ કારણોસર પાંચે’ય મિત્રો ડૂબી જતાં મોત નિપજ્યા હતા. ઘટનાના પગલે ફાયર અને પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા હતા. નદીમાં ન્હાવા પડતી સમયે પાણીની ઊંડાઈનો અંદાજ ન રહેતા પાંચેય તરુણો ડૂબી ગયા હોવાનું અનુમાન છે.

ખુશીના પર્વ પર જ પાંચ જુવાનજોધ પુત્રોના ડૂબી જવાથી મોત નિપજતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. ઘટનાના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા.

મૃતકોના નામ
જીતભાઈ ભરતભાઈ કવા (ઉ.વ.16) રહે. શિવનગર, તાલુકા પંચાયત સામે, ભાણવડ

હેમાંશુંભાઈ ભરતભાઈ રાઠોડ (ઉ. વ 17) રહે. ખરાવાડ, ભાણવડ

ભૂપેનભાઈ મુકેશભાઈ બગડા (ઉ.વ.16) રહે. રામેશ્વર પ્લોટ, ભાણવડ

ધવલભાઈ ભાણજીભાઈ ચંડેગરા રહે. શિવનગર, ભાણવડ

હિતાર્થ અશ્વિંગીરી ગોસ્વામી બાવાજી (ઉ.વ.16) રહે. શિવનગર, ભાણવડ

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો