ઉ. ગુજરાતના ખેડૂતને શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ, બન્ની ઓલાદની 40 ભેંસોથી વર્ષે 25 લાખની કરે છે કમાણી
વડગામના નગાણા ગામના એક ખેડૂતને બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કક્ષાનો પ્રથમ પશુપાલક પ્રમાણપત્ર મળ્યું છે. જેના માટે ખેડૂતે કચ્છની સુવિખ્યાત અને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત બન્ની ઓલાદની કુલ 40 ભેંસો થકી વર્ષ દરમિયાન 25 લાખની કમાણી કરતા નગાણા ગામના ફિરોજભાઈને 2018નું જિલ્લા કક્ષાનું પ્રથમ સ્થાનનું શ્રેષ્ઠ પશુપાલક પ્રમાણપત્ર અને રૂ.15 હજારનો નો ચેક પ્રોત્સાહન રાશી સ્વરૂપે આપવામાં આવ્યો હતો.
વડગામ તાલુકાના નગાણા ગામમાં રહેતા ફિરોજભાઈ બિહારી છેલ્લા કેટલાય વર્ષો થી પશુપાલનનો વ્યવસાય કરે છે અને તેમણે પોતાના ખેતરમાં કચ્છની સુવિખ્યાત અને રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત બન્ની ઓલાદની કુલ 40 ભેંસો લઈ આવ્યા હતા. અને એટલું જ નહી વર્ષ દરમિયાન નગાણા દૂધ મંડળીમાં કુલ 19,26,707 રૂપિયાનુ દૂધ ભરાવ્યું અને રૂ. 5 લાખના દૂધનો છૂટક વેપાર કર્યો હતો.
તો ચાલુ વર્ષ વર્ષ દરમિયાન કુલ રૂ. 25 લાખ જેવી રકમનો આ બન્નીની ભેંસોના પશુપાલન થકી આવક કરી હતી.હપશુપાલન કરી પોતાની આગવી કોઠાસૂઝ થકી સમગ્ર જિલ્લામાં સૌથી વધારે દૂઘ ઉત્પાદન મેળવી પશુપાલનમાં નોંધપાત્ર આવક મેળવી હતી. જેની નોંધ ગુજરાત સરકારના પશુપાલન ખાતાએ પણ લીધી હતી.જેના પરિણામ સ્વરૂપ ફિરોજભાઈને 2018નું જિલ્લા કક્ષાનું પ્રથમ સ્થાનનું શ્રેષ્ઠ પશુપાલક પ્રમાણપત્ર અને રૂ.15 હજારનો ચેક પ્રોત્સાહન રાશી સ્વારૂપે એનાયત કર્યો હતો.હાલમાં આ બન્ની ભેંસની અંદાજીત બજાર કિંમત 1 લાખથી 2 લાખની મુકાય છે. અને વધારે કેલેરી વાળુ પુષ્કળ દૂધ આપે છે.
આ પણ વાંચજો.
- એક્સ્ટ્રા ઈન્કમ માટે જો તમે પણ ઘર ભાડે આપ્યું હોય તો પહેલાં આ કામ ચોક્કસથી કરી લેજો
- પતિ-પત્નીના સંબંધોમાં કરેલી નાનકડી ભૂલથી બરબાદ થઈ શકે છે પૂરો પરિવાર
- સુરત બેઠક માટે મહેશ સવાણીની પસંદગી કરાશે તો ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ શકે
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..