માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો: સુરતમાં બાળકો ફટાકડા ફોડતા હતા અને અચાનક થયો ભડકો, જુઓ લાઈવ વિડીયો
સુરત શહેરમાં ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સુરતના યોગી ચોક વિસ્તારમાં કેટલાક બાળકો ગટર પર ફટાકડા ફોડતા હતા. તે દરમિયાન અચાનક જ મોટો ભડાકો થયો. સદનસીબે આ દૂર્ઘટનામા કોઇ જાનહાની નથી થઇ. આ દૂર્ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. સોસાયટીની આસપાસમાં ખોદકામ ચાલુ હતું તે દરમિયાન ગેસ લીક થયો હતો. તે ગેસ ગટર લાઇનમાં પ્રસરી ગયો હતો. જેના કારણે આ ઘટના બની હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ વાયરલ થઇ રહેલો વીડિયો સુરતના તુલસી દર્શન સોસાયટીનો છે. વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે, બાળકો પોતાની મસ્તીમાં ફટાકડા ફોડી રહ્યા છે. બાળકો ગટરના ઢાંકળ પર ફટાકડા મુકીને તેના બળવાની રાહ જોતા હોય છે ત્યાં અચાનક જ એક બાળકે બળતું કાગળ કે અન્ય વસ્તુ ગટરમાં નાંખી હતી. તે સાથે જ આ મસમોટો ધડાકો થયો હતો. જે બાદ બાળકો ગભરાઇને ત્યાંથી ભાગી ગયા હતા. સદનસીબે આસપાસના કોઇને કે બાળકોને આ ધડાકાને કારણે કોઇ જાનહાની થયના સમાચાર સામે આવ્યા નથી. આ વાયરલ વીડિયો થોડા દિવસો પહેલાનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
દિવાળીમાં ચેતવણીરૂપ કિસ્સો: સુરતમાં બોળકો ફટાકડા ફોડતા હતા અને અચાનક થયો ભડકો, જુઓ CCTV ફૂટેજ#Diwali #Surat #ViralVideo #cctv pic.twitter.com/WXhofH20Kn
— PNN (@PNN_Newsnetwork) October 29, 2021
આ ઘટનાનો અવાજ એટલો મોટો હતો કે ત્યાં આસપાસના રહીશો પણ તરત જ ભેગા થઇ ગયા હતા. જ્યારે બાળકો ખૂબ જ ડરી ગયા હતા. હાલ આ વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.
થોડા દિવસો પહેલા, ઉત્તર પ્રદેશના શામલીમાં કૈરાના ફટાકડા ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ (Firecrackers Factory Blast) થયો હતો. આ વિસ્ફોટમાં ચાર લોકોના મોત થયા હતા. એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, પહેલી તારીખે આ વિસ્ફોટ સાંજે 4.45 વાગ્યાની આસપાસ ફટાકડા ફેક્ટરીમાં થયો હતો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ત્યાં હાજર ચાર લોકો ઉડી ગયા હતા. ત્યાં હાજર ઘણા લોકો તેમાં ફસાઈ ગયા. આ ઘટનામાં આખું કારખાનું નાશ પામ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..