ભરૂચમાં લાલચ આપી 100 આદિવાસીઓને કથિતરીતે ધર્માંતરણ કરી ઈસ્લામ કબૂલ કરાવવાના આરોપમાં 9 લોકો વિરુદ્ધ FIR

ગુજરાતના ભરૂચ જિલ્લાના એક ગામના આદિવાસીઓને વિદેશમાંથી એકઠા કરેલા પૈસાનો ઉપયોગ કરીને કથિતરીતે ધર્માંતરણ કરવા માટે પ્રલોભન આપવામાં આવતું હોવાના આરોપને લઇને લંડનમાં રહેતા એક વ્યક્તિ સહિત નવ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આમોદ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું છે કે, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં વસાવા હિંદુ સમુદાયના 37 પરિવારના 100 કરતા વધુ આદિવાસીઓને પૈસા અને અન્ય પ્રલોભનો આપીને તેમનો ધર્મ બદલવાનું કહેવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપીઓએ આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા અને આદિવાસી સમાજના લોકોની નિરક્ષરતાનો ફાયદો ઉઠાવીને તેમને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે લાલચ આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, તમામ નવ આરોપીઓ સ્થાનિક રહેવાસી છે. એક આરોપી હાલ લંડનમાં રહે છે અને તેની ઓળખ ફેફડાવાલા હાજી અબ્દુલ તરીકે થઇ છે. તેણે આ ઉદેશ્યને પૂર્ણ કરવા માટે વિદેશમાં જઈને પૈસા એકઠા કર્યા હતા. પોલીસે જણાવ્યું છે કે, નવ આરોપીઓની સામે ગુજરાત ધર્મ સ્વતંત્રતા કાયદા અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓની સામે IPCની કલમ 120 B, 153 B, C અને 506 2 અનુસાર ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મહત્ત્વની વાત છે કે, આ ધર્માંતરણ કરવામાં આવતું હોવાની વાત પહેલા કાંકરિયા ગામના એક વ્યક્તિને થઇ હતી. તેથી આ વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે આ બાબતે તપાસ કરતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો. હાલ તો આ બાબતે આમોદ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા જે આરોપીઓને પકડવામાં આવ્યા છે તેમાં શબ્બીર બેકરીવાલા, સમાજ બેકરીવાલા, અબ્દુલ પટેલ, યુસુફ પટેલ, ઐયુબ પટેલ, ઈબ્રાહીમ પટેલ, ફેફડાવાલા હાજી અબ્દુલ્લા અને ઈસ્માઈલ આછોદવાલાનો સમાવેશ થાય છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, અબ્દુલ્લા ફેફડાવાલા UK મજલીસ-એ-અલફલાહ ટ્રસ્ટનો સંચાલક છે. ઉત્તર પ્રદેશના ચર્ચાસ્પદ ધર્માંતરણ કેસની તપાસમાં હવાલા કાંડમાં UKના અબ્દુલ્લા ફેફડાવાલાનું નામ સામે આવ્યું હતું. તેથી તેને સમન્સ મોકલવામાં આવ્યો હતો. હાલ તો આ બાબતે SC/ST સેલના DySPને તપાસ સોંપવામાં આવી છે. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કાંકરિયા ગામમાં રહેતો પ્રવીણ વસંત વસાવા અને તેની સાથે રહેલા વ્યક્તિઓએ ફરીયાદીને ધમકી આપી હતી કે, આ બાબતે ફરિયાદ કરીશ તો જાનથી મારી નાંખીશ. અમારી ઓળખાણ પાકિસ્તાન સુધી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો