ભાજપના રાજમાં હવે કોઈ દાદા નથી, ખાલી હનુમાન દાદા જ છે: સી.આર. પાટીલ
અમરેલીના લાઠીના કાચરડી ગામમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ભાજપના સાંસદ અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે એક નિવેદન આપ્યું હતું કે, ભાજપની સરકારમાં દાદા જોવા નહીં મળે. દાદાઓનો હિસાબ કેશુભાઈના સમયથી શરૂ થયો અને ક્યારનો ખતમ થઇ ગયો.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સંબોધનમાં જણાવ્યું હતું કે, હું હમણાં આવતો હતો ત્યારે મેં નારણભાઈને ગાડીમાં પૂછ્યું કે હવે તમારા ગામમાં દાદા કેટલા? મારો પૂછવાનો આશય હતો કે, ભાભા બધા બેઠા હોય છે. કારણકે બધા સુરત ચાલ્યા ગયા છે. સુરતી અહિયાં આવે છે ત્યારે ભાભાઓને અહિયાં છોડી જાય. પણ તેઓ બીજો અર્થ સમજ્યા અને તેમને કહ્યું કે, હવે ગામમાં કોઈ દાદા નથી ખાલી હનુમાન દાદા જ છે. હવે એવા કોઈ દાદાઓ કોઈ શહેરમાં ભાજપના સાશનમાં તમને જોવા મળશે નહીં. દાદાઓના હિસાબ કેશુભાઈના સમયથી શરૂ થયો અને ક્યારનો પૂરો થઇ ગયો. હવે કોઈ ભાભા રહી ગયા હશે. હનુમાન દાદા તો રાખવા પડે. પણ બીજા કોઈ દાદા હોય તો તમે ચોક્કસ ધ્યાન દોરજો આવા દાદાઓને કોઈ શહેરમાં સ્થાન નથી તે પણ ભાજપનો એક નિર્ણય છે.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સાહેબે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મળીને 440 જેટલી યોજનાઓ જાહેર કરી છે. સામાન્ય લોકોને તેનો લાભ મળે અને તે લાભ લઇને આર્થિક રીતે મજબૂત બને તે માટેના પ્રયાસ શરૂ થયા. આ યોજના લોકો સુધી સરળતાથી પહોંચાડી શકાય એટલા માટે ભાજપ ગુજરાત પ્રદેશે એક મોબાઈલ એપ બનાવી. આ મોબાઈલ એપને વોટ્સએપ સાથે અમે કોન્ટ્રાકટ કર્યો. એ કોન્ટ્રાકટ દ્વારા આ મોબાઈલ એપમાં જરૂરીયાતમંદ લોકોને વોટ્સએપથી યોજના ટ્રાન્સફર કહી શકાય તે રીતે ફોરવર્ડ કરી દો.
તેથી જરૂરીયાત મંદ વ્યક્તિ આ યોજનાનો લાભ લઇ શકે. ભારતીય જનતા પાર્ટીની પાસે 440 યોજનાઓનું ભાથું છે. આ કાર્યકર્તાઓ જ્યારે સ્નેહમિલન માટે જાય છે કોઈને ત્યાં અને તે જગ્યા પર 10 વર્ષની નાની દીકરી હોય તો કહેતો હોય છે કે, મોદી સાહેબે યોજનાઓ મૂકી છે તેનો તમે લાભ લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..