કડીના વડુ ગામે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું- ‘અમારી સરકાર લાવો, એક-એક ઘરમાં બે-બે નોકરી ના આપીએ તો અમારી જણવાવાળીમાં ફેર હતો’
ગુજરાતમાં કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરનો કડીના વડુ ગામમાં મહાશત્ર પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાનો વીડિયો વાઈરલ થયો હતો. અહીં તેમણે ભાજપના 25 વર્ષના શાસન સામે સવાલ કર્યા હતા અને રાજ્યમાં શિક્ષણ તથા રોજગારના સરકારના વાયદા પર દાંત કચકચાવીને આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ કોંગ્રેસની સરકાર લાવવા પર દરેક ઘરમાં 1-1 નોકરી આપવાની વાત તેમણે કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
વર્ષે 1 કરોડ રોજગારી આપવાના દાવા સામે સવાલ
કડુ ગામમાં એક સમારોહમાં હાજર નવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સભામાં ઉપસ્થિત અને છેલ્લા પાંચ વર્ષમાં સરકારી નોકરી મેળવી હોય તેવા યુવાઓને સન્માન માટે બોલાવ્યા. જોકે સભામાં કોઈપણ આગળ આવ્યું નહીં. જે બાદ તેમણે રાજ્ય સરકારના વર્ષે 1 કરોડની રોજગારી આપવાના દાવા સામે સવાલ કર્યા હતા.
જગદીશ ઠાકોરે દાંત કચકચાવતા કહ્યું, તમારામાંથી આ ઊભા છે એમાંથી કોઈ તલાટી, કોઈ પોલીસમાં પસંદ થયો હોય, કોઈ ક્લાર્કમાં પસંદ થયો હોય કોઈને આંગણવાડીમાં નોકરી મળી હોય એવા લોકો અહીં આવો. તેમનું સન્માન કરવું છે. જોકે સ્ટેજ પર કોઈ આવ્યું નહીં. તેમણે આગળ કહ્યું, ‘અલ્યા એક તો આવો, એક વર્ષે 1 કરોડ નોકરી આપે છે. આ ત્રણ લોકો કહે છે એમ (અમારી) સરકાર લાવો, એક-એક ઘરમાં બે-બે નોકરી ના આપીએ તો અમારી જણવાવાળીમાં ફેર હતો.’
ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે. દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યને પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરનું કોંગ્રેસમાં આગમન થતાં જ જગદીશ ઠાકોર હાંસિયામાં ધકેલાઈ ગયાં હતાં. ઠાકોરે 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં સાબરકાંઠા પ્રભારી તથા કોર કમિટીમાંથી તેમણે રાજીનામું આપી દીધું હતું. તેમણે ભરતસિંહ સોલંકી તથા શંકરસિંહ વાઘેલાની કાર્યપદ્ધતિ સામે પણ સવાલ ઉઠાવ્યા હતા. તે ઉપરાંત એ સમયે લોકસભાની ચૂંટણીની ટિકીટ ફાળવણીથી પણ તેઓ નારાજ થયા હોવાનું પણ રાજકીય સુત્રોમાં ચર્ચાસ્થાને હતું. તેમણે 2014ની લોકસભાની ચૂંટણી લડવાનો પણ ઈનકાર કરી દીધો હતો. તેઓ 2017ની વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસની આંતરિક ખેંચતાણને લીધે નારાજ થયાં હતાં.
જગદીશ ઠાકોરના પદગ્રહણ સમારોહમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કાર્યકારી પ્રમુખ પણ હાજર રહ્યા હતા. થોડીવાર બાદ જગદીશ ઠાકોર કેક કાપવા માટે પહોંચ્યા પરંતુ હાર્દિક પટેલ હજુ પહોંચ્યા ન હતા જેથી 5 મિનિટ સુધી તેમની રાહ પણ જોવામાં આવી હતી. તે સમયે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ અને ભરતસિંહ સોલંકી કેક કટિંગ થાય તે પહેલા સ્ટેજ પર જતાં રહ્યાં હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..