ડાયાબિટીસના દર્દીઓ માટે દવા જેવુ કામ કરે છે વરિયાળી, આ રીતે કરો સેવન, જાણો અને શેર કરો
ડાયાબિટીસ એક સામાન્ય પરંતુ ગંભીર બિમારી છે. ડાયાબિટીસના દર્દીઓને બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવુ ખૂબ જ જરૂરી છે. જો તેને કંટ્રોલ ના કરવામાં આવે તો તેનાથી શરીરના અલગ-અલગ અંગો પર ખરાબ અસર થાય છે. સામાન્ય રીતે ડાયાબિટીસને અંકુશમાં રાખવા માટે દર્દીઓ દવાનો સહારો લેતા હોય છે. પરંતુ આ સિવાય જો તમે ઈચ્છો તો પ્રાકૃતિક રીતે તમારા શુગર લેવલને નિયંત્રણમાં લાવી શકો છો.
ડાયાબિટીસના દર્દીઓને બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવુ ખૂબ જ જરૂરી
દવા સિવાય તમે પ્રાકૃતિક રીતે શુગર લેવલને નિયંત્રણમાં રાખી શકો છો
એવામાં આજે અમે તમને જણાવીશું કે વરિયાળીનો ઉપાય જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવા માટે ખૂબ અસરકારક થઇ શકે છે. આવો જાણીએ છીએ શુગરના દર્દીઓ માટે વરિયાળી કેટલી ગુણકારી છે. એક સંશોધન મુજબ ડાયાબિટીસના દર્દીઓ માટે વરિયાળી દવા સમાન છે. જેનુ સેવન કરવાથી બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં લાવવામાં મદદ મળે છે. જ્યારે વરિયાળીના દાણામાં ફાઇટોકેમિકલ્સ રહેલુ હોય છે, જે ખૂબ શક્તિશાળી એન્ટી ઑક્સિડેન્ટ છે. આ બધા તત્વો શરીરમાં ઈન્સુલિન રેસિસટન્સની મુશ્કેલી ઘટાડે છે અને શરીરમાં ઈન્સુલિનની માત્રાને વધારવામાં મદદ કરે છે, જેનાથી શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
ડાયાબિટીસના દર્દીઓ કરે વરિયાળીનું સેવન
ડાયાબિટીસના દર્દીઓ આ રીતે કરે વરિયાળીનું સેવન
ડાયાબિટીસના દર્દીઓ ચામાં વરિયાળી મિલાવીને પીવે.
જેના માટે 250 મિલી પાણી અને 4 નાની ચમચી વરિયાળી લે.
ત્યારબાદ હવે એક નાની તપેલીમાં પાણી મુકીને ઉકાળો.
જ્યારે પાણી અડધુ થાય ત્યારે તેમાં 4 ચમચી વરિયાળી નાખી દો.
આ વાતનું ધ્યાન રાખો કે વરિયાળી નાખ્યા બાદ પાણી વધુ સમય સુધી ઉકાળશો નહીં.
જ્યારે પાણી ઉકળી જાય એટલે તરત જ ગેસ બંધ કરી દો અને પાણીને થોડા સમય માટે તપેલીમાં આવી રીતે રહેવા દો.
ત્યારબાદ પાણીને ગાળી લો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..