અમદાવાદમાં મહિલા વકીલના પ્રેમમાં પડ્યો દૂધવાળો:’તું મારી નહિ,તો કોઈની નહિ થાય’, મહિલા વકીલનું જીવવું હરામ કરી દેતા નોંધાવી ફરિયાદ
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતી મહિલા વકીલના ઘરે દૂધ આપનાર વ્યક્તિએ તેને જીવવુ મુશ્કેલ કરી દીધું છે. કંટાળીને મહિલાએ દૂધ લેવાનું બંધ કરી દીધું તેમ છતા મહિલા વકીલને ગમે ત્યાં રોકીને તેને લગ્ન કરવા દબાણ કરતો હતો. તેમજ ધમકી આપીને કહેતો કે, જો તું મારી ન થઇ તો કોઈની નહિ થવા દઉ. આ સતત ધમકીઓના કારણે મહિલાએ ટપોરી જેવા યુવક સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મહિલાને જાહેરમાં રોકી લગ્ન માટે દબાણ કરતો
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સોલા વિસ્તારમાં રહેતી નિશા( નામ બદલ્યું છે ) ભણેલી ગણેલી મહિલા છે. પરિવાર સાથે રહેતી નિશા વકીલાત કરે છે. આજથી 4 વર્ષ પહેલા તેમના ઘરે રોજ પંકજ રબારી નામનો યુવક દૂધ આપવા આવતો હતો. પણ તેની નજર ખરાબ હોવાથી તેને આ વાત પરિવારને કહી જેથી પરિવાર દૂધ વાળને દૂધ લેવાનું બંધ કરી દીધું હતું. દૂધ આપવા આવતો હોવાથી પંકજ પાસે મહિલા વકીલનો નંબર હતો. જેથી દૂધ બંધ કરાવ્યા બાદ પણ તે તેને ફોન કરીને હેરાન કરતો અને મારે તારી સાથે લગ્ન કરવા છે એટલે તું મારી સાથે વાત કર એમ કહેતો હતો. જોકે મહિલાએ મારે તારી સાથે વાત નથી કરવી અને લગ્ન પણ નથી કરવા એટલે ફોન ના કર તેમ કહ્યું હતું.
મહિલા વકીલે નંબર બ્લોક કર્યો હતો પીછો શરૂ કર્યો
તેમજ છતા પંકજ મહિલાને સતત ફોન-મેસેજ કરતો હતો, જેથી કંટાળીને મહિલાએ તેનો નંબર બ્લોક કરી દીધો હતો. જોકે મહિલા જ્યારે ઘરેથી ગુજરાત હાઈકોર્ટમાં કામ અર્થે જતી ત્યારે પંકજ ખરાબ દાનત રાખીને તેનો પીછો કરતો હતો. તેનું બાઈક મહિલાની પાસે ઉભું રાખીને મારો નંબર બ્લોક કેમ કર્યો તેમજ કહેતો હતો. મહિલાએ પણ મારે તારી સાથે વાત નથી કરવી એટલે તુ મારો પીછો ન કર તેમ કહ્યું હતું. ત્યારે પંકજ ગોતામાં એક પ્રેમીએ યુવતીની માને જાહેરમાં ચપ્પુ માર્યું હતું તેનો દાખલો આપીને ડરાવતો હતો. પંકજ કહેતો કે તું મારા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરીશ તો ગોતામાં જે થયું તે તારી સાથે થશે.
‘તુ વાત નહીં કરે તો આપઘાત કરી લઈશ’: યુવકની ધમકી
વાત એટલામાં અટકી કહીં, ઘણીવાર તે મહિલાને તુ મારી સાથે વાત નહીં કરે તો હું આપઘાત કરી લઈશ તેમ કહીં ઈમોશનલી હેરેસમેન્ટ પણ કરતો હતો. યુવકની ધમકીઓથી મહિલા વકીલ ડરી ગઈ હતી અને પોતાના પરિવારને કોઈ નુકસાન ન પહોંચે તે માટે તેણે આ વાતની જાણ કોઈને કરી ન હતી. જોકે અંતે કંટાળીને મહિલા વકીલે 23 સપ્ટેમ્બરના રોજ સોલા પોલીસમાં લેખિત અરજી કરી હતી. ત્યારબાદ પોલીસે પંકજને બોલાવ્યો અને આવું ફરી નહીં કરે તેવી બાંહેધારી આપી સમાધાન પણ કરાવતા ફરિયાદ નોંધાવી ન હતી.
અંતે ભાઈ-પિતાને જાણ થતા ફરિયાદ નોંધાવી
જોકે બે દિવસ પહેલા સવારના સમયે મહિલા વકીલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગઈ હતી અને ત્યાંથી સિનિયર વકીલની ઓફિસથી પરત ફરી રહી હતી તે સમયે પંકજ ઓફિસ નીચે જ ઉભો હતો. અને જ્યાં સુધી મહિલા તેના ઘરે ના પહોંચી ત્યાં સુધી પંકજ તેનો પીછો કરતો હતો. આ વાતની જાણ મહિલાના ભાઈ અને તેના પિતાને થતા અંતે પંકજ વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સોલા પોલીસે પંકજ સામે છેડતીની ફરિયાદ દાખલ કરીને તેની સામે કાર્યવાહી કરવા પ્રયાસ હાથ ધર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..