તડબૂચ ઉગાડી મહિલાએ 70 દિવસોમાં કરી 75,000 રૂપિયાની કમાણી

મહેનતનું ફળ મીઠું હોય છે, તેની સાબિત કરી બતાવ્યું છે એક મહિલા ખેડૂતે. આ ગરમીની ઋતુમાં લાલ અને મીઠાં તડબૂચ લોકોને ઠંડક તો આપે જ છે, પણ ખૂડત પરિવારનું નસીબ પણ બદલી નાખે છે.

મહિલા ખેડૂત કરી બતાવ્યું આ કામ

મધ્યપ્રદેશના રાજપુર તાલુકાના ગામ અકલબરાની મહિલા ખેડૂતે સ્વસહાયતા ગ્રૂપ સાથે મળીને તડબૂચની ખેતી કરી અને 70 દિવસોમાં જ લગભગ 75 હજારનો ફાયદો કર્યો. આ અશિક્ષિત મહિલાએ આધુનિક ટેક્નિકથી ખેતી કરી પરિવારનો આર્થિક પાયો પણ મજબૂત કર્યો.

તડબૂચની ખેતીથી કર્યો 75 હજારનો ફાયદો

અનિતા સુમાનિયા નામની આ મહિલા ખેડૂત કહે છે કે, તેમણે સ્વસહાયતા ગ્રૂપ પાસેથી આઠ હજારની લોન લઈને તડબૂચની ખેતી કરી હતી અને 70 દિવસોમાં જ 75 હજારના ફાયદો કર્યો. અનિતાના પરિવારમાં પાંચ સભ્ય છે. આજીવિકા મિશનના માધ્યમથી અનિતાએ ચાર વર્ષ પહેલાં ગ્રૂપ સાથે જોડાયેલા અને ગામના શ્રીરામ ગ્રૂપના અધ્યક્ષ બનીને આ વર્ષે આઠ હજારની લોન લઈને પોતાના ખેતરમાં તડબૂચ ઉગાડ્યાં હતાં.

8 હજારની લોન લઈ શરૂ કરી હતી ખેતી

કુલ એક લાખ 10 હજારની કમાણી કરી

ખેતરમાં ઉગેલાં તડબૂચને ઉનાળામાં સારો ભાવ મળ્યો. તેના કારણે એક લાખ 10 હજાર રૂપિયાની કમાણી કરી. તેમાંથી લગભગ 35 હજારનો ખર્ચ થઈ ગયો. આજીવિકા મિશનના બ્લોક મેનેજર ગીતેશ વાઘે અને ગ્રામ પ્રભારી સંજય બર્ફા કહે છે કે, મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. તે પરિવાર પર બોજ નહિ, પણ આર્થિક મદદ પણ કરી રહી છે.

આ રીતે કરી ખેતી

અનિતા કહે છે કે, ઉત્પાદન અને આવક વધારવા માટે સૌપ્રથમ પરંપરાગત ખેતીને છોડી અને આધુનિક ખેતી અપનાવીને આજીવિકા મિશનના સંજય બર્ફા પાસેથી આ આધુનિક ખેતીની સંપૂર્ણ જાણકારી મેળવી. ખાતર અને પાણીને સમય અનુસાર આપવાની પ્રક્રિયા શીખી. મોટે ભાગે ખેડૂતો ખાતર અને પાણી અનિયમિત કે કસમયે આપતા હોય છે. તેનાથી પાક ખરાબ થઈ જાય છે. રાસાયણિક ખાતરને બદલે ગૌમૂત્ર અને ડ્રિપિંગથી છોડ સુધી પહોંચાડી. તેને લીધે સામગ્રી પણ ઓછી વપરાઈ અને તેને મૂળ સુધી પહોંચાડી. આમ પાક વધુ થયો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો