પિતા-પુત્રી બંને કોરોના ફાઇટર: પિતા વડોદરામાં PI તરીકે ફરજ બજાવે છે, પુત્રી જામનગરમાં અઢી વર્ષની દીકરીને ઘરે મુકી 2 મહિનાથી સિવિલ હોસ્પિ.માં સેવા આપે છે

કોરોના વાઈરસની મહામારી વચ્ચે વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે હસમુખલાલ રામાવત ફરજ બજાવે છે. જ્યારે તેમની પુત્રી નિકિતા રામાવત તેની અઢી દીકરીની પુત્રીને ઘરે મુકીને જામનગર સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકેની જવાબદારી નિભાવે છે. આમ પિતા અને પુત્રી બંને કોરોના વોરિયર્સની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પિતા-પુત્રી બંને કોરોના ફાઇટર તરીકે ફરજ બજાવે છે

જામનગરમાં સાસરીમાં રહેતી નિકિતા રામાવતની પુત્રી પ્રીથા છે. જામનગર સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી નિકિતા રામાવત કોરોના વોઈરસની મહામારીમાં કોરોના વોરિયર્સની ભૂમિકામાં હોવાથી પોતાની પુત્રીને 2 મહિનાથી પોતાનાથી દૂર રાખી છે અને તે કોરોના વાઈરસને મ્હાત આપવા માટે લડી રહી છે. બીજી તરફ નિકિતાના પિતા પીઆઇ હસમુખલાલ રામાવત પણ કોરોના ફાઇટર છે.

કોરોના વોરિયર્સ નિકિતા કહે છે કે, દીકરીની યાદ આવે એટલે વીડિયો કોલથી વાત કરી લઉ છું

જામનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ નિકિતા રામાવતે જણાવ્યું હતું કે, મારી દીકરી અઢી વર્ષની છે. મને તેની અને મારા પરીવારની યાદ આવે છે, તેમ છતાં દેશસેવાને પ્રાથમિકતા આપીને મનને મનાવી લઉ છું અને લોકોને કોરોનાથી બચાવવાના સતત સફળ પ્રયાસો કરૂ છું અને જ્યારે એકલું લાગે મારી નાની ઢીંગલીની યાદ આવે, જો નેટવર્ક આવે અને જો સમય મળે તો વીડિયો કોલ કરૂ લઉ છું. ત્યારે મારી નાની પ્રીથા એની કાલીઘેલી ભાષામાં બહુ મોટી વાત મને કહે છે, મમ્મી…મમ્મી તું છેને કોરોનાને હરાવીને આવજે.

કોરોના વોરિયર્સ નિકિતા કહે છે કે, દીકરીના એક વાક્યે કોરોના સામે લડવાની હિંમત આવી જાય છે

વધુમાં નિકિતા રામાવતે જણાવ્યું હતું કે, પ્રીથાના એક વાક્યે મને કોરોના વાઈરસ સામે લડવાની અને લોકોની સેવા કરવાની હિંમત આવી જાય છે. એેનર્જી આવી જાય છે. આજે જ્યારે લોકો ઘરમાં રહીને સુરક્ષિત રહેવાનો પ્રયત્ન કરે છે, ત્યારે હું અને મારા જેવા અનેક કોરોના યોદ્ધાઓ બહાર નિકળી પોતાની કે પોતાના પરીવારની ચિંતા કર્યા વગર દેશસેવા માટે લડી રહ્યા છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો