સુરતમાં શ્રમજીવી પરિવારની દીકરી બની નરાધમની હવસનો શિકાર: 6 સંતાનોના પિતાએ દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી

સુરત શહેરમાં ફરી એકવખત શર્મશાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 6 બાળકોના પિતાએ 15 વર્ષય કિશોરી સાથે દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી હતી. આ મામલે ભોગ બનનાર કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવતા કાપોદ્રા પોલીસે ગુનો નોંધી આરોપીની કરી ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કપોદ્રા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 15 વર્ષીય દીકરી પરિવારને મદદરૂપ થવા માટે નજીકમાં જ રહેતા આરોપીના ત્યાં કાંદા-બટાકા વેચવાની લારી પર નોકરીએ લાગી હતી. જ્યાં આરોપી મહેશ, જે પોતે 6 સંતાનનો પિતા છે તેણે કિશોરી એકલી હોઈ ત્યારે મીઠી-મીઠી વાતો કરીને પોતાની તેને પ્રેમજાળમાં ફસાવી હતી. મહેશે સગીરાના મોટા-મોટા સપના બતાવીને લગ્નની લાલચ આપીને અવાર નવાર અલગ અલગ જગ્યાએ લઈને શારીરિક સબંધો બાંધ્યા હતા.

મહેશના કૃત્યનો ભાંડો ત્યારે ફૂટ્યો, જ્યારે કિશોરીને એક દિવસ પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં તબીબોએ સગીરાને એક મહિનાનો ગર્ભ હોવાની જાણ કરતાં તેના પિતાના પગતળેથી જમીન ખસકી ગઈ હતી.

આ બાબતે પૂછપરછ કરતાં મહેશે જ પોતાની સાથે શારીરિક સબંધો બાંધ્યા હોવાનું કહેતા સગીરાના પિતાએ કપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદના આધારે કપોદ્રા પોલીસે આરોપી મહેશને ઝડપી પાડીને તેના વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો