ચોકાવનારો કિસ્સો સામે આવ્યો: સગાઇ બાદ પણ ગર્લફ્રેન્ડ સાથે વાતો કરતો હતો દીકરો, ખુદ પિતાએ કરી નાંખી હત્યા, મા-બહેને લાશ ઠેકાણે પાડી

મધ્યપ્રદેશનાં બુરહાનપુરમાં એક પિતાએ જ તેનાં દીકરાની હત્યા કરી નાંખી જે બાદ તેમણે તેમની પત્ની અને દીકરી સાથે મળીને દીકરાની લાશ ઠેકાણે પણ પાડી દીધી. પોલીસે 15 દિવસ બાદ આ કેસમાં ખુલાસો કર્યો છે. પોલીસે એક દોરડાની મદદથી આખો કેસ ઉકેલી કાઢ્યો છે. 2 જાન્યુઆરીનાં રામકૃષ્ણનું તેનાં પિતા દ્વારા ખૂન કરી દેવામાં આવ્યું હતું.

બુરહાનપુર એસપી રાહુલ કુમાર લોઢાએ જણાવ્યું કે, ઘટના નિબોલા થાણે વિસ્તારનાં ધુલકોટ ગામની છે. 5 જાન્યુઆરીનાં રુપરેલ નદીમાં રામકૃષ્ણ નામનાં યુવકની લાશ મળી હતી. લાશનાં હાથ પગ દોરીથી બાંધી દેવામાં આવ્યાં હતાં. આ મામલે રામ કૃષ્ણનાં પિતા, માતા અને બહેનની પૂછપરછ કરવામાં આવી તેમણે ગુનો સ્વીકારી લીધો હતો. અને હત્યા કબુલી હતી.

રામકૃષ્ણનાં માતા-પિતા અને બહેનનાં જણાવ્યાં મુજબ, તેની સગાઇ થઇ ગઇ હતી છતાં પણ તે આખો દિવસ કોઇ અન્ય યુવતી સાથે વાતો કરતો રહેતો. 2 જાન્યુઆરીનાં રાત્રે આશરે 10 વાગ્યે ઘરે રામકૃષ્ણ ફોન પર વાત કરી રહ્યો હતો. આ વાતની જાણ થતા તેનાં પિતા ભિમાન સિંહ નારાજ થઇ ગયા અને રામકૃષ્ણ સાથે ઝઘડો કર્યો. તેમનાં વચ્ચે વિવાદ લાંબો ચાલ્યો.

જેમાં રામકૃષ્ણને તેમણે લાફા માર્યા અને ધક્કો માર્યો, જે બાદ રામકૃષ્ણની છાતી પર જોરથી લાત મારી, તે બાદ રામકૃષ્ણનાં શરીરમાં કોઇ હલચલ ન જોવા મળી. તે બાદ પિતાએ ડરીને તેનાં હાથ પગ દોરીથી બાંધી દીધા પિતા ભિમાનસિંહ, માતા જમનાબાઇ અને બહેન કૃષ્ણાએ મળીને રામકૃષ્ણની લાશને રુપરેલ નદીમાં ફેંકી દીધી. આરોપીઓથી પૂછપરછ બાદ તેને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા કોર્ટે તેને જેલ પણ મોકલી દેવામાં આવ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો