ગોધરામાં સસરાએ માનસિક અસ્વસ્થ પુત્રવધૂ સાથે કર્યું ન કરવાનું કામ, પુત્ર જોઇ જતા પિતાને મોતને ઘાટ ઉતાર્યા

ગોધરા શહેરામાં સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. 85 વર્ષના સસરાએ પોતાની માનસિક અસ્વસ્થ પુત્રવધૂ સાથે બિભત્સ કૃત્ય કરતા હતા. તે દરમિયના તેમના દીકરાએ આ રીતે પોતાની પત્ની સાથે પિતાને જોઇ લીધા હતા. જેથી પુત્રએ ઉશ્કેરાઇને પિતાને લોખંડનો સળિયો માથામાં મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

આ અંગે મળતી માહીતી પ્રમાણે, શહેરા તાલુકાનાં જૂની સુરેલી ગામે 85 વર્ષના રયજીભાઈ રહેતા હતા. તેમની પત્નીનું 10 વર્ષ પહેલા મૃત્યુ થતાં રયજીભાઇ મોટા પુત્ર રાયસિંગ સાથે રહેતા હતા. રાત્રે રયજીભાઇ તેમની માનસિક અસ્વસ્થ પુત્રવધૂ સાથે ન કરવાનું કામ કરતા હતા. તે જોઇ જતા પુત્ર રયજીથી સહન થયું ન હતું અને ઉશ્કેરાઇને રયજીએ પિતાને લોખંડનો સળિયો માથામાં મારી મોતને ઘાટ ઉતારી દીધા હતાં.

આ અંગેની જાણ શહેરા પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વૃધ્ધના મૃતદેહને સરકારી હોસ્પિટલ મોકલી હત્યારા પુત્ર રયજીને ઝડપી પાડયો હતો. બનાવ અંગે મૃતકના નાના પુત્રની પત્નીની ફરિયાદના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં પણ સામે આવ્યો હતો આવો કિસ્સો
જોકે, થોડા સમય પહેલા આવો એક કિસ્સો અમદાવાદ શહેરમાં પણ સામે આવ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી યુવતી લગ્ન કરી અનેક સપનાં સાથે સાસરીમાં ગઈ હતી. સાસરીમાં તમામ સપનાં પૂરાં થશે એવી આશા સાથે પરિણીતાએ લગ્ન કર્યા હતા, પરંતુ તેને સસરાની જગ્યાએ એક શેતાન મળ્યો હતો. વહુ જ્યારે ઘરમાં હોય ત્યારે સસરા એકલતાનો લાભ લેવા તેના રૂમમાં પહોંચી જતા હતા. માત્ર એટલું જ નહીં, સસરા પુત્રવધૂ સાથે અડપલાં કરી અનૈતિક માગણી કરતા હતા. જેથી સમગ્ર મામલો મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો