સ્કૂટર પર ફટાકડા લઈને જતા પિતા-પુત્રના વિસ્ફોટમાં મોત, બ્લાસ્ટનું કારણ શોધવા પોલીસ કરી રહી છે તપાસ, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
પુડુચેરીના એક પરિવારમાં દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો છે. હકિકતમાં પુડુચેરીના વિલ્લુપુરમ જિલ્લામાં એક અકસ્માતમાં પિતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. બંને ફટાકડા લઈને જતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. જોરદાર અવાજ સાથે વિસ્ફોટ થયો હતો જેમાં બંનેના મોત થયા હતા. બ્લાસ્ટનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. સ્થળ પર ચીસાચીસ મચી ગઈ હતી. લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા.
સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ
પુડુચેરીના કક્કયંથોપ્પુના રહેવાસી કલૈનેસન તેમના પુત્ર પ્રદીપ સાથે ટુ-વ્હીલરમાં ફટાકડા લઈને જઈ રહ્યા હતા. ત્યારે વિલ્લુપુરમ જિલ્લાના કુનીમેડુ ગામમાં ખાતે તેઓ અકસ્માતનો ભોગ બન્યા. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં સાત વર્ષનો પ્રદીપ ફટાકડા ઉપર બેઠો જોવા મળે છે. જ્યારે ગાડી તેના પિતા કલૈનેસન ચલાવી રહ્યા છે. આ દરમિયાન જોરદાર અવાજ સાથે વિસ્ફોટ થયો અને જેમાં બંનેના મોત થયા.
આ અકસ્માતમાં પિતા-પુત્રના મૃતદેહ સ્થળ પરથી મળી આવ્યા છે. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. વિલ્લુપુરમ જિલ્લાના ડીઆઈજી પાંડિયન ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે. વધુ તપાસ ચાલુ છે. બ્લાસ્ટનો અવાજ એક કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આ અકસ્માતમાં અન્ય ત્રણ લોકોને પણ ઈજાઓ પહોંચી હતી. ઘાયલોને પુડુચેરીની જિપમર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ફટાકડાના વિસ્ફોટથી એક લારી અને અન્ય બે વ્હીલર્સને પણ નુકસાન થયું હતું.
પોલીસે કહ્યું કે પૂડુચેરીનાં કલૈસન પોતાના દીકરા સાથે સાસરે જઈ રહ્યા હતા ત્યારે વાહનમાં બે દેશી આતશબાજીમાંથી એકમાં બ્લાસ્ટ થઈ ગયો હતો જે બાદ ઘટનાસ્થળ પર જ બંનેના મોત થઈ ગયા હતા. કેટલાય મીટર સુધી બંનેના શબના ટુકડા ફેંકાઇ ગયા હતા.
વાહનથી ઘર્ષણ અને વધુ ગરમીના કારણે વિસ્ફોટ થવાની શક્યતા
વિલ્લુ પુરમનાં DIG સહિતના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળ પર જઈને પરિસ્થિતિ સમજી હતી અને આસપાસના લોકો સાથે પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ સાથે જ ફોરેન્સિક વિભાગની ટીમ દ્વારા પણ ત્યાં સઘન તપાસ કરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે ઘર્ષણ અને ગરમીના કારણે ફટાકડાઓમાં વિસ્ફોટ થયો હશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..