ગુજરાતના આ ખેડૂત છેલ્લા 10 વર્ષથી ‘કાજુ’ની ખેતી કરી કમાય છે લાખો રૂપિયા

વિશ્વમાં કાજુના પાકોમાં સહુથી વધુ વિસ્તાર ધરાવતો દેશ ભારત છે. જ્યાં મુખ્યત્વે ડુંગરાળ વિસ્તારોમાં તેનું વાવેતર થાય છે. ભારત દેશમાં મુખ્યત્વે કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં તેમજ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના પૂર્વ ભાગોમાં થાય છે. તેનું વાવેતર છત્તિસગઢ, ગુજરાત, ઉત્તર પુર્વિય રાજ્યો અને અંદમાન નિકોબાર ટાપુઓમાં પણ મર્યાદિત વિસ્તારમાં કરવામાં આવે છે.
મણિભાઈ છેલ્લા 10 વર્ષથી કરે છે કાજુની ખેતી.

ધરમપુર તાલુકાના તૂતેરખેડમાં રહેતા ખેડૂત મણીલાલભાઇ વાધેરા છેલ્લા દસ વર્ષથી કાજુની ખેતી કરે છે.

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી દક્ષિણ ગુજરાતમાં વલસાડ જીલ્લાના ધરમપુર, કપરાડા તાલુકામાં કાજુની ખેતી કરવામાં આવે છે. હાલ ધરમપુરમાં ખેડૂતો કાજુની વાડીઓ બનાવી લાખોનું આવક મેળવતા થયા છે. કાજુના પ્રોસેસીંગ યુનિટને સરકાર દ્વારા પ્રોત્સાહન આપતા દક્ષિણ ગુજરાતમાં કાજુ ઉછેરતા બધા તાલુકાઓમાં પ્રોસેસીંગ એકમો કાર્યરત છે. વલસાડ જીલ્લા ધરમપુર તાલુકાના તૂતેરખેડમાં રહેતા ખેડૂત મણીલાલભાઇ વાધેરા છેલ્લા દસ વર્ષથી કાજુની ખેતી કરે છે.

ધરમપુરમાં ખેડૂતો કાજુની વાડીઓ બનાવી લાખોનું આવક મેળવતા થયા છે

એક ઝાડમાંથી 15 કિલો કાજુનો ઉત્પાદન

દોઢ એકરમાં આવેલી જમીનમાં તેઓ આ વર્ષે 60 પ્લાંટ લગાવેલા છે. મણીલાલભાઇના જણાવ્યા મુજબ કાજુના એક ઝાડમાંથી ઓછામાં ઓછા 14થી 15 કિલો કાજુનો ઉત્પાદન થાય છે. તો વધુમાં વધુ 27થી 28 કિલો કાજુ પણ મળી જતા હોય છે. ડુંગરાળ વિસ્તાર હોવાથી ધરમપુરમાં તૂતેરખેડ ગામના રહીશો કાજુમાં સારૂ આવક મળવાથી તેની ખેતી તરફ આકર્ષિત થયા છે. આ વર્ષે તૂતેરખેડમાં ખેડૂતો દ્વારા કાજુની કુલ 123 વાડીઓ રાખવામાં આવી હતી. જેમાંથી 100 ટનથી વધુ કાજુનો ઉત્પાદન થયો હતો અને ખેડૂતોએ લાખોનું આવક ધરાવી હતી.

દક્ષિણ ગુજરાતમાં કાજુ ઉછેરતા બધા તાલુકાઓમાં પ્રોસેસીંગ એકમો કાર્યરત છે

કાજુ ફળના અન્ય ઉત્પાદનો

કાજુના પાકમાં કાજુ બીજ જેના સાથે જોડાયેલા હોય છે. તેને કાજુ ફળ કહેવામાં આવે છે. પાકું કાજુ ફળ ખૂબજ રસદાર અને મીઠું હોવાથી સ્વાદને કારણે તે સામાન્ય રીતે આખુંજ ખાવા માટે ઉપયોગમાં લેવાય છે. તેમાં વિટામીન-સી ખુબજ પ્રમાણમાં હોવાથી મોસંબી કે નારંગીમાંથી મળતા વિટામીન-સી કરતા 4થી 5 ગણું વધુ હોય છે. કાજુના પરિપક્વ ફળમાંથી જ્યુસ, સિરપ, જામ, કેન્ડી તેમજ કેશ્યુનટ શેલ લીક્વીડ જેવા ઉત્પાદનો બનાવી વધારાની આવક મેળવી શકાય છે.

એક ઝાડમાંથી ઓછામાં ઓછા 14થી 15 કિલો કાજુનો ઉત્પાદન થાય છે

કાજુની યોગ્ય જાત પસંદ કરવી જરૂરી

જાતો – જે તે વિસ્તાર માટે કાજુની યોગ્ય જાતો અને તેની તાંત્રીકતાની જાણ એ કાજુના ઉત્પાદનમાં ખુબજ મહત્વતા ધરાવે છે. ગુજરાત રાજ્ય માટે હાલમાં મહારાષ્ટ્રમાંથી બહાર પાડવામાં આવેલા વેન્ગર્લા-4 અને વેન્ગર્લા-7 જાતો કૃષિ પ્રાયોગિક કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સીટી, પરીયા દ્વારા ભલામણ થયેલ છે. આ જાતોમાં કાજુ નટ્સનું કદ મધ્યમ અને 25થી 30 ટકા રીકવરી મળેલી છે. અને કાજુના એક્સપોર્ટ ક્વોલીટીનાં નટ્સ મળી રહે છે.

પાકું કાજુ ફળ ખૂબજ રસદાર અને મીઠું

 

નારંગીમાંથી મળતા વિટામીન-સી કરતા 4થી 5 ગણું વધુ હોય છે.

 

વલસાડ જીલ્લાના ધરમપુર, કપરાડા તાલુકામાં કાજુની ખેતી કરવામાં આવે છે

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો