ગુજરાતના નાનકડા ગામડામાં રહેતા સામાન્ય ખેડૂતના છોકરાની ગગનચૂંબી ઉડાન, CAT પાસ કરી IIMમાં એડમિશન મેળવ્યું
મહેસાણા જિલ્લાના રાવલપુરા ગામમાં રહેતા એક સામાન્ય ખેડૂતના 24 વર્ષના દીકરા નિસર્ગ ચૌધરીએ કમાલ કરી દેખાડી છે. આટલા અંતરિયાળ વિસ્તારમાંથી અને સામાન્ય પરિવારમાંથી હોવા છતા પોતાની મહેનત અને લગનથી તેણે ખૂબ જ અઘરી ગણાતી કોમન એન્ટ્રસ ટેસ્ટ (CAT) પરીક્ષા પાસ કરી છે અને દેશની સર્વોચ્ચ મેનેજમેન્ટ અભ્યાસની સંસ્થા IIMમાં પ્રવેશ મેળવ્યો છે. IIM રાંચીમાં પ્રવેશ મેળવ્યા બાદ તેણે કહ્યું કે અભ્યાસ પૂર્ણ થયા બાદ મારી પહેલી પ્રાયોરિટી પરિવારની 2 એકર ખેતીની જમીન પર લેવામાં આવેલી એજ્યુકેશન લોન ભરપાઈ કરીને જમીનને પરત મેળવવાની છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ચૌધરીએ કેટ પરીક્ષા દરમિયાન છેલ્લા રાઉન્ડમાં પર્સનલ ઇન્ટરવ્યુ પૂર્ણ થયા બાદ એડમિશન મેળવ્યા પહેલા IIM-A ખાતે PGP પ્રોગ્રામના સમયને યાદ કરતા કહ્યું કે ‘હું ખૂબ જ ઉત્સાહ પૂર્વક પરિણામની રાહ જોઈ રહ્યો હતો. મે જુદી જુદી વેબસાઇટ ખંગાળી નાખી હતી. તો કઈ કોલેજમાં એડમિશન લેવું તેના માટે ખૂબ જ રિસર્ચ કર્યું હતું અને જુદા જુદા સોશિયલ મીડિયા ગ્રુપમાં પણ જોડાયો હતો. જોકે જ્યારે લિસ્ટ બહાર પડ્યું ત્યારે મારું નામ વેઇટિંગ લિસ્ટમાં હતું, પરંતુ મે હિંમત હારી નહોતી.’
પછી એક દિવસ અચાનક જ તેને IIM રાંચી તરફથી એડમિશન માટે મેઇલ આવ્યો. તેણે કહ્યું કે જ્યારે મે આ અંગે જણાવ્યું ત્યારે મારા માતા પિતાના ચહેરા પર જે ખુશી અને હાસ્ય હતું તે અમૂલ્ય છે. તેમના એ ચહેરના હું આખી જીંદગી યાદ રાખીશ. મારા માતા પિતા માટે મારા જન્મ પછી તે સૌથી સારી ક્ષણ હતી.
ચૌધરીનો કેટ પરીક્ષામાં બીજો પ્રયાસ હતો. ગત વર્ષે પણ તેણે આ પરીક્ષા પાસ કરી હતી તેમજ કેટલીક પ્રસિદ્ધ બિઝનેસ સ્કૂલમાંથી ઇન્ટર્વ્યુ કોલ પણ આવ્યો હતો. જોકે કોઈપણ IIMમાંથી આવ્યો નહોતો. જેથી તેણે આ વર્ષે ફરી પ્રયાસ કર્યો અને આખરે સફળતા મળી.
ચૌધરીએ અમદાવાદની એચ એલ કોલેજમાંથી કોમેર્સમાં બેચલરની ડિગ્રી મેળવી છે. તેણે કહ્યું કે કોરોના મહામારીના કારણે આ વખતે કેટ પરીક્ષા આપવી જરા પણ સહેલી નહોતી. કોરોનાના કારણે છેલ્લા એક વર્ષથી પોતે ગામડે જ રહેતો હતો. તેણે કહ્યું કે, ‘હું ઘરે હોવાથી ભણવાની સાથે સાથે પશુઓનો ચારો નાખવો, ખેતીમાં માતા-પિતાને મદદ કરવી. જેવા ઘરકામ પણ કરતો હતો. તેવામાં પરીક્ષાના 2 મહિના પહેલા પેટર્ન પણ ચેન્જ થઈ ગઈ.’ જોકે આ સાથે તેણે અંતે ઉમેર્યું કે આપણે આ જ તો શીખવાનું છે કે જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..