આ ખેડૂત દાડમનુ વાવેતર કરીને મબલખ કમાણી કરે છે
હળવદ તાલુકાની બંજર જમીન પર થતી પાકની ક્વોલટી ઝાલાવાડ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પ્રચલીત થઈ ચુકી છે. ત્યાર બાગાયત પાક ગણાતા દાડમના પાકનુ વાવેતર પાછલા ત્રણ ચાર વર્ષથી ઉતરોત્તર વધી રહ્યું છે. એક તબક્કે પાછલા વર્ષ હળવદના ક્વોલટી સફળ દાડમ સાત સમુંદર પાર પણ ગયા હતા. અને આજે પણ હળવદ ના દાડમની માંગ દેશના વિવિધ રાજ્યોમાં પણ થઈ રહી છે. ખેડૂતોની કોઠા સૂઝ થકી દાડમની ખેતી હજુ પણ વધી રહી છે.
હળવદના ખેડૂતો ખેતી ક્ષેત્રે પાછલા ત્રણ ચાર વર્ષથી વિવિધ બાગાયત ખેતી કરીને મખબલ કમાણી કરે છે. બાગાયત ખેતી તરફ વળ્યા છે. રાણેકપર ગામના ખેડૂતે 4 હેકટરમાં દાડમનુ વાવેતર કરીને મબલખ કમાણી કરે છે. અને વર્ષ 2014 માં વીધામાં દાડમનું વાવેતર કરીને આ દાડમ ભારતના વિવિધ રાજ્યોમાં એક્સપોર્ટ કર્યા હતા. કેરલમાં આ મીઠા મધુર દાડમની માંગ સર્જાતા આ વર્ષ અન્ય રાજ્યમાં આ ભગવા સિંદુરી દાડમ એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા.
આ અંગે રાણેકપર ગામના પ્રગતિશીલ ખેડૂત નયનભાઈ પટેલને પુછતા તેઓએ જણાવ્યું કે મેં મારી વાડીમાં વર્ષ 2014 માં 4 વીધા જમીનમાં ભગવા સિંદુરી દાડમનું વાવેતર કર્યું હતું. જેમા એક વીધામાં 25 થી 30 હજારનો ખર્ચ થાય છે. અને એક વીઘાએ એકથી દોઢ લાખની નિપજ મળે છે. જેમાં 20 કિલોના દાડમના 1100 થી 1200ના ભાવે હોલસેલ ભાવ અમો કેરલમાં એક્સપોર્ટ કર્યા હતા.
આ દાડમ વર્ષ 2014 થી વાવેતર કરીને 2016, 2017 માં ઉત્પાદન મેળવ્યુ હતું આમ બાગાયતી ખેતીથી મને સારી આવક મળી હતી. હળવદ તાલુકા ખેતી વાડી અધિકારી એ.એમ.સંઘાણીએ જણાવ્યું કે હળવદ તાલુકાના ખેડૂતો બાગાયત ખેતીમાં દાડમનુ 2700 હેક્ટર , લીંબુનુ 1200 હેકટર, આંબો, સરગાળો ખારેક 500 હેક્ટર સહીત બાગાયત પાકોનું વાવેતર કર્યું છે.