ખેતીમાં મબલખ પાક લેવા બનાવો આ ડિકમ્પોઝ ખાતર..

જૂનાગઢના ખેડૂતે ખેતી વિષયક અત્યંત ઉપયોગી માહિતી આપી છે, તેણે એક ડિકમ્પોઝ બનાવ્યુ છે. જે દરેક ખેડૂતને કામ આવે તેવી છે. તો જાણો કેવી રીતે તૈયાર થશે આ ડિકમ્પોઝ. પહેલા એક બેરલમાં 200 લીટર પાણી ભરો, તેમાં બે કિલો ગોળ ઉમેરો. ગાઝિયાબાદ યુનિવર્સિટીએ શોધેલ ડિકમ્પોઝમાંથી એક ચમચી લઈ આ મિશ્રણમાં ઓગાળો. ત્યાર બાદ આ બેરલને 10થી 12 દિવસ સુધી ઢાંકીને રાખી દો. સવાર-સાંજ એક વખત તેને હલાવતા રહો. 10થી 12 દિવસમાં આ મિશ્રણ તૈયાર થઈ જશે. તૈયાર થયા બાદ તેને ખેતરમાં સ્પ્રે કરી શકો. તૈયાર થયેલા આ ડિકમ્પોઝમાંથી માતૃબેરલ બનાવો. જે બેરલ આજીવન ચાલે,જેમાંથી આખા ગામના ખેડૂતોને પુરૂ પાડી શકો. બેરલમાં પાછુ 180 લીટર પાણી ઉમેરતા ફરી 10 દિવસમાં બેરલ તૈયાર થઈ જશે. એટલે એક જ વખત ડિકમ્પોઝનો ઉપયોગ કરવાનો રહેશે. બાદમાં આજીવન તમે આ મિશ્રણ મેળવી શકો છો.

કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગકર્યા વગર સંપુર્ણ ઓર્ગેનિક પદ્ધતિથી વિકસાવેલ ડી-કંપોઝ્ડ(ગાયના છાણમાંથી મેળવેલ બેકટેરીયા) નો ઉપયોગ કરી ઓછા ખર્ચથી મેળવો મબલખ ઉત્પાદન. ખેડુત મિત્રો માટે ખુશ ખબર ખુશ ખબર નહિવત્ ખર્ચથી સંપુર્ણ ઓર્ગેનિક ખેતી કરી મેળવો મબલખ ઉત્પાદન. આ દ્રાવણ એક વખત બનાવ્યા બાદ કાયમી (આ જીવન) ઉપયોગ કરી શકો છો.” આ પોસ્ટ વાંચ્યા બાદ વધુને વધુ શેર કરજો જેથી ખેડૂતોને ઉપયોગી બને.

ખેડુત મિત્રો આ ડી-કમ્પોઝડ નું દ્રાવણ બનાવવા માટે ની સરળ રીત નીચે મુજબ છે. આ દ્રાવણ બનાવવાની રીત આ પોસ્ટ ના અંત માં વીડિયોમાં આપ જોઈ શકશો. આ પોસ્ટ વાંચ્યા બાદ વધુને વધુ શેર કરજો જેથી ખેડૂતોને ઉપયોગી બને.

સૌ પ્રથમ એક 180 લીટર ના ડ્રમ લોતેમાં 1થી 2 કિલોગ્રામ ગોળ લઈ આ ડ્રમ ના પાણી મા ઓગાળો ત્યારબાદ ગાજિયાબાદ યુનિવર્સિટી ના પ્રોફેસર શ્રી ડો.કિશનચંદ્ર દ્રારા સંશોધિત ગાયના છાણમાંથી વિકસાવેલ બેકટેરીયા ની એક ચમચી જેટલી માત્રા આ દ્રાવણમાં ઉમેરો(ઓનલાઈન મળે છે ,વેસ્ટ ડી કમ્પોસર કહેવાય છે એને એમેઝોન પર મળી શકે છે) 10 થી 12 દિવસ સુધી આ દ્રાવણને સમયઆંતરે સવાર સાંજ લાકડી વડે આ દ્રાવણને હલાવી મિશ્રણ કરતા રહો ત્યારબાદ તમે આ દ્રાવણનો સ્પ્રે અથવા પિયત દ્રારા ઉપયોગ કરી શકો છો.

વધુ માહિતિ અને જાણકારી માટે નીચે આપેલા મોબાઈલ નંબર અને રુબરુ સંપર્ક કરી શકો છો.
શ્રી ચંદુલાલ સવદાસભાઇ પરસાણિયા
મો.9537989280

ગામ-ઝીંઝરી
તાલુકો-માણાવદર
જીલ્લો-જૂનાગઢ(ગુજરાત)

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો