UPમાં થપ્પડ કી ગૂંજઃ ભાજપના MLAને મંચ પર જ ખેડૂતે તમાચો ઠોકી દીધો, જુઓ વીડિયો

ઉત્તર પ્રદેશના ઉન્નાવ સદરથી ભાજપના ધારાસભ્ય એક જાહેરસભામાં મંચ પર બેઠા હતા તે વખતે સ્ટેજ પર આવી ચઢેલા એક ખેડુત નેતાએ ભાજપ MLAને સણસણતો તમાચો ઠોકી દીધો હતો. ધારાસભ્ય, જયારે ખેડુત સ્ટેજ પર આવ્યા ત્યારે મળવા આવી રહ્યા છે એમ માનીને તેમનું અભિવાદન કરવા આગળ વધ્યા તો ખેડુતે ધડ દઇને લાફો મારી દીધો હતો. લોકોએ ખેડુતને સ્ટેજ પર ઉતારી દીધો હતો. લાફો મારનાર કોણ ખેડુત હતો તે હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ આ થપ્પડની ગૂંજ સોશિયલ મીડિયા પર જબરદસ્ત સંભળાઇ રહી છે. લોકોએ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ કરી રહ્યા છે અને સમાજવાદી પાર્ટી પણ મજા લઇને વીડિયો વાયરસ કરી રહી છે.

કેન્દ્ર સરકાર 3 કૃષિ કાયદા લાવી હતી અને તે પાછા પણ ખેંચી લેવાયા છે, પરંતુ ખેડુતોના ભાજપ પ્રત્યેના આક્રોશ કે ગુસ્સો હજુ શાંત થયો હોય એવું લાગતું નથી, કારણ કે ઉત્તર પ્રદેશમાં ખેડુતોના ગુસ્સાનો ભોગ ભાજપના ધારાસભ્ય બન્યા એ ખેડુતોના આક્રોશનો પડઘો છે.

ઉન્નાવ સદરથી ભાજપના ધારાસભ્ય પંકજ ગુપ્તા એક જાહેરસભાના મંચ પર બેઠા હતા ત્યારે એક ખેડુતે તેમને જાહેરમાં થપ્પડ મારી દીધી હતી. તેમને થપ્પડ મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો.

સમાજવાદી પાર્ટીના સત્તાવાર મીડિયા હેન્ડલ પરથી આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે ખેડુત દ્રારા મારવામાં આવેલી આ થપ્પડ ભાજપના ધારાસભ્યને નહી, પરંતુ ભાજપ શાસિત આદિત્યાનાથ સરકારની કુનીતિઓ, કુશાસન અને તાનાશાહીના મોંઢા પર મારવામાં આવેલો તમાચો છે.

સમાજવાદી પાર્ટીએ વીડિયો રિટવીટ કરીને આગળ લખ્યું કે ચૂંટણીની આચાર સંહિતા લાગવા દો, ભાજપ નેતાઓ, મંત્રી, ધારાસભ્યો,સાંસદો ગામડાઓ કે કસ્બાઓમાં મત માંગવા પણ નિકળી શકશે નહી. પ્રજાનો ગુસ્સો સાતમા આસમાને છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલાં આ વીડિયોમાં તમે જોશો કે લીલી ટોપી પહેરીને એક વયોવૃધ્ધ વ્યકિત સ્ટેજ પર આવે છે અને હજુ તો ભાજપના ધારાસભ્ય કઇ સમજે તે પહેલાં તેમને થપ્પડ ઠોકી દે છે. મંચ પર હાજર રહેલાં લોકો આ વયોવૃધ્ધ વ્યકિતને સ્ટેજ પરથી ઉતારી દે છે. પંકડ ગુપ્તા અચાનક પડેલા તમાચાને કારમે સમસમીને બેસી રહે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો