આ ખેડૂતે લોન લઈને ડુંગળી વાવી હતી, પછી ભાવ વધવાને કારણે રાતોરાત બની ગયો કરોડપતિ

હાલ દેશમાં ડુંગળીનાં ભાવથી કોણ પરેશાન નથી, પણ કર્ણાટકના 42 વર્ષીય ખેડૂત માટે ડુંગળી લોટરી બનીને આવી છે. મલ્લિકાર્જુન પાસે ડુંગળીનું વાવેતર કરવા માટે રૂપિયા નહોતા, આથી તેણે લોન લઈને ખેતી કરી. ડુંગળીના ભાવ વધી જતા તેને ફાયદો થઈ ગયો.

ડુંગળીને કારણે જિંદગી બદલાઈ ગઈ

મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે, મેં લોન લઈને અત્યાર સુધીનો જિંદગીનો સૌથી મોટો રિસ્ક લીધો હતો. જો મારો ડુંગળીનો પાક નિષ્ફ્ળ જાત અથવા તો ડુંગળીના સારા ભાવ ન મળત તો હું કપરી પરિસ્થતિમાં મુકાઈ જાત. પણ ડુંગળીએ મારી જિંદગી બદલી દીધી છે.

રાતોરાત મલ્લિકાર્જુન સેલિબ્રિટી બની ગયો

ડુંગળીના વધતા જતા ભાવે ચિત્રદુર્ગ જિલ્લામાં આવેલા ડોડાસિદ્ધવાવનહલ્લી ગામના 42 વર્ષના ખેડૂત મલ્લિકાર્જુનનું કિસ્મત બદલી નાખ્યું છે. તેણે 20 એકર જમીનમાં 240 ટન ડુંગળીનો પાક લીધો હતો અને નવેમ્બર મહિના બાદ ડુંગળીના વધતા જતા ભાવના કારણે તેની ડુંગળીઓ મોંઘા ભાવે વેચાઈ હતી. તેણે આશરે બે લાખ કિલો ડુંગળી 100થી 150 રૂપિયે કિલોના ભાવે વેચતાં રાતોરાત કરોડપતિ બની ગયો હતો.

મલ્લિકાર્જુન પાસે 10 એકર જમીન છે અને તેણે બીજી 10 એકર જમીન લીઝ પર લઈને એમાં ડુંગળી વાવી હતી અને એના માટે આશરે 10 લાખ રૂપિયાનું દેવું કર્યું હતું. તેણે કુલ 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેણે કહ્યું હતું કે આ પાક મળતાં આશરે પાંચથી 10 લાખ રૂપિયાનો ફાયદો થશે એવું મેં વિચાર્યું હતું. આ વિસ્તારમાં પાણીની સમસ્યા હોવાથી લોકો ડુંગળી વાવતા નથી. મેં જોખમ લીધું હતું. જો ડુંગળીના ભાવ ઘટયા હોત તો મને નુકસાન થયું હોત. પણ ભાવ વધ્યા અને બમ્પર પાક થયો એથી મારું કિસ્મત બદલાઈ ગયું હતું.

ડુંગળીના ભાવ વધવા લાગ્યા એટલે તેણે ખેતરો પર સુરક્ષા માટે 50 મજૂરોને કામ લગાવી દીધા હતા. કોઈ ડુંગળીની ચોરી કરે નહીં એ માટે આખો પરિવાર પણ ખેતરો ઉપર રહેવા લાગ્યો હતો.

કરોડોનો નફો

આ જેકપોટ પર તેણે કહ્યું કે, મેં મારું દેવું ચૂકવી દીધું છે, હું નવું ઘર બનાવવાનો પ્લાન બનાવી રહ્યો છું, ભવિષ્યમાં હું એગ્રિકલચરને વધારે વિસ્તારવા માગું છું.ગયા વર્ષે મલ્લિકાર્જુનને માત્ર 5 લાખ રૂપિયાનો ફાયદો થયો હતો જે આ વર્ષે કરોડોમાં બદલાઈ ગયો છે. ડુંગળીના વધી ગયેલા ભાવે આ ખેડૂત પરિવારની જિંદગી બદલી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો