ખેડૂતોને આ ખેતી ઓછા ખર્ચે કરાવશે અધધ… કમાણી
અમે તમને એક એવી ખેતી વિશે જણાવવા જઈ રહ્યાં છીએ જેનાથી ઓછા ખર્ચે વધુ કમાણી થઈ શકશે. અમે વાત કરી રહ્યાં છીએ ફણસની ખેતીની…
ખેડૂત વર્ગ અને નોકરિયાત વર્ગ કે જે ખેતી કરવા ઈચ્છતા હોય અને તે પણ મજૂરી અને નહીંવત ખર્ચ અને લાબાં સમય સુધી આવક રળી આપતાં આ ફણસની ખેતી તેમને ફાયદાકારક નિવડી શકે છે.
આબોહવા: ફણસને ભેજવાળું અને ગરમ હવામાન માફક આવે છે. ફણસના પાકના ઉછેર માટે જમીન સપાટી સારી નીતારવાળી ફળદ્રુપ તથા સારી પ્રતવાળી લેટેરાઈટ જમીન વધુ અનુકુળ આવે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ફણસની ખેતી વધુ પ્રમાણમાં થાય છે.
ફણસની વિવિધ જાત: ફણસની કેટલીક જાતોમાં સફેદા, ખાજા, ભૂશલા, ભદાયન, હાંડા, ટી નગર જેક, મટન વારીકા, વેલીપાલા, સિંગાપોર, સિલોન વગેરોનો સમાવેશ છે. આમાં સિંગાપોર જાત 2-3 વર્ષમાંફળે છે જ્યારે કલમ કરેલ અન્ય જાતો 4-5 વર્ષ ફળે છે. વ્યાપારીક ઉત્પાદન 6-8 વર્ષે શરૂ થાય છે. બીજમાંથી થયેલ ઝાડ 7-8 વર્ષે ફળે છે.
રોપણી અંતર : ફળ માટે ફણસને 6-6મી. 7-7 મી, 8-8 મી કે 10-10 મીટર અંતરે રોપવામાં આવે છે. પવન અવરોધ વાડ બનાવવા માટે અછા અંતર જોડીયાહાર પદ્ધતિથી સામ સામે ત્રિકોણાકાર રચાય તે રીતે રોપવામાં આવે છે. ઈમારતી લાકડાં માટે વાવેતર કરવાનું હોય ત્યારે 205 મી. થી 3.5 મીટર અંતરે ઘનિષ્ઠ વાવેતર કરવાથી છોડ સીધા વધે છે અને ગુણવત્તાયુક્ત લાકડુ મળે છે.ફણસનું વર્ધન બીજથી અથવા કલમ કરેલા છોડથી કરવામાં આવે છે.
ફણસના બીજને માટી ભરેલી કોથળીમાં રોપી છોડ તૈયાર કરવામાં આવે છે. રોપ્યા પછી લગભગ 10-15 દિવસે બીજ ઉગવાની શરૂઆત થાય છે. અને બે-ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં 1 થી 1.5 મીટર ઉંચાઈ મેળવે છે. ફણસના રોપા ખુબ જ ટૂંકા ગાળામાં સહેલાયથી તૈયાર કરી શકાય છે. પથરાળ રેતાળ જમીનમાં કે જ્યાં છોડ રોપ્યા પછી મરણનું પ્રમાણ વધુ હોય ત્યાં ચોમાસામાં બીજને સીધે સીધા નક્કી કરેલ જગ્યાએ જ રોપવાથી સારુ પરિણામ મેળવી શકાય છે. આમ કરવાથી મૂળ અકબંધ રહેશે અને ઉંડે સુધી જઈ વિકસતા ઝાડને ભારે પવન અને વરસાદ સામ રક્ષણ પુરુ પાડે છે. આવી રીતે ઉછરેલા છોડ પર એક બે વર્ષ પછી ઈચ્છિત જાતિના ડાળી લાવી કલમ કરી ઈચ્છીત જાતના ઝાડ મેળવી શકાય છે.
કલમથી વર્ધન : પરંપરાગત વૃક્ષ હોવાથી બીજમાં ઉગાડેલા છોડમાં માતૃછોડના બધા જ ગુણધર્મો આવતાં નથી અને પદ્ધતિસરનું વાવેતર કરવા માટે ઈચ્છિત ગુણધર્મો ધરાવતી જાતની કલમ રોપવી જોઈએ. આ માટે જે તે જાતના છોડ સારી નર્સરીમાંથી લાવી ચોમાસામાં નક્કી કરેલી જગ્યાઅ રોપી ટેકો આપવો, ફણસમાં નુતનકલમ પદ્ધતિથી કલમ તૈયાર કરવામાં આવે છે.
વ્યવસ્થાપન : ફળના કદ એક સરખા અને ફળની ગુણવત્તા સુધારવા તથા ફળના વધુ વજનથી ડાળીઓ ભાંગી ન જાય તે માટે વધારાના ફળ તોડી લેવા જોઈએ. એ જ રીતે ઝાડની અંદર બાજુ સૂર્યપ્રકાશ આવે તે માટે જૂના ફૂલવાળી ડાળીઅને લણણી બાદ દૂર કરવી. શરૂઆતના વર્ષ દરમિયાન વાડીની ખુલ્લી જગ્યામાં ટૂંકા ગાળાના કઠોળ પાકો, શાકભાજીના આંતરપાક લઈ વધારાની આવક મેળવી શકાય છે.
ખાતર : ફણસને સામાન્ય રીતે ફણસના ઝાડને અલાયદુ ખાતર આપવાથી વધુ ઉત્પાદન અને ફળની સારી ગુણવત્તા મળે છે. ફણસના ફળાઉ જાડને પ્રથમ ફૂલો નીકળે ત્યારે અને બીજીવાર ચોમાસાની શરૂઆતમાં એમ બે વર્ષમાં બે વાર ખાતર આપવું. જેમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ પોટેશીયમ છાણિયુ ખાતર આપવામાં આવે છે.
પિયત : ઝાડના મહત્તમ વિકાસ અને ફળ ઉત્પાદન માટે સૂકા સમયગાળા દરમિયાન પુરતુ પિયત આપવું. ફણસ પાણીના ભરાવવાથી ખુબ જસંવેદનસીલ છે. તેની ઝાડના થાડ પાસે પાણી ભરાવો થતો અટકાવવો. ઝાડના મૂળનો વ્યવસ્થિત વિકાસ થઈ સારી રીતે સ્થાપિત થાય ત્યાં સુધી નાના ઝાડને વાવણી બાદ ત્રણથી ચાર વર્ષ સુધી સૂકા સમયગાળા દરમિયાન નિયમિત રીતે પિયત આપવું. જ્યારે પરિપક્વ ઝાડને ફૂલ આવવાના સમયે અને ફળના વિકાસ દરિમયાન પિયતની ભલામણ છે. પિયતનું પ્રમાણ અને આંતરાલએ સ્થાનિક આબોહવા અને પિયતના ભોજન પ્રમાણ પર રહેલ છે. ફૂલ આવવા અને ફળાવ સમયગાળા દરમિયાન પિયતના ઘણા સારા પરિણામો મળેલા છે.
ફળ ધારણ : ફણસમાં નર અને માંદા ફૂલ એક જ ઝાડ પર અલગ અલગ રીતે મુખ્ય થડ અથવા ડાળીઅ પરથી સીધા જ ઉદ્દભવે છે. ક્યારેક ફળધારણ જમીન સપાટીની નીચેના ભાગમાં પણ થયેલા જોવા મળે છે. નર ફૂલોનું પ્રથમ લગભગ 80-96 ટકા જેટલું હોય છે. પરાગનયનની પ્રક્રિયા પવન દ્વારા થાય છે. જો પરાગ નયન યોગ્ય પ્રમાણમાં ન થાય તો ફળનો આકાર એકસરખો ન રહેતા બેડોળ બને છે. અને ફળ નાના રહેછે. ફળધારણ પછી ફળ 90થી 240 દિવસ ((સામાન્ય રીતે ૪-પ માસ))માં મુખ્યત્વે ઉનળાના અંતમાં તૈયાર થાય છે. પરંતુ સપ્ટેમ્બર- અક્ટોબર માસમાં તૈયાર થતાં જોઈ શકાય છે. પરિપક્વ ફળ 3-10 દિવસમાં પાકી જાય છે. ઠંડા પ્રદેશમાં ફળ તૈયાર થતા વધુ દિવસો લાગે છે.
ઘણા ખેડૂતો પોતાના ખેતરના બોર્ડર પર પણ આ વૃક્ષને વાવતા હોય છે, આમ તેઓ પાર્ટ-ટાઈમ ખેતી કરીને પણ લાખો રૂપિયા કમાય છે.