દીકરો દીકરી એક સમાન! બીજી દીકરીના જન્મ પર પરિવારે એવી ઉજવણી કરી કે લોકો જોતા રહી ગયા, ઘર શણગાર્યું, ઢોલ-નગારા વગાડ્યા, ખૂબ ડાન્સ કર્યો

મધ્યપ્રદેશના રાજગઢના એક પરિવારમાં દીકરીના જન્મ પર ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. દીકરીના જન્મ પર ઘરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું. તેના સ્વાગત માટે ઘરમાં ફુગ્ગા અને ફૂલોથી સુશોભન કરવામાં આવ્યું. આ ઉજવણીમાં અનેક લોકો સામેલ થયા. મધ્યપ્રદેશના રાજગઢના ખુજનેરનો આ પ્રસંગ છે. અહીં રીના પ્રજાપતિ નામની મહિલાએ બીજી દીકરીને જન્મ આપ્યો છે. તેનો પતિ નગરપાલિકામાં અસ્થાઈ કર્મચારી છે. બીજી દીકરીના જન્મની એવી ઉજવણી કરવામાં આવી જેની કલ્પના આસપડોશના લોકોએ ક્યારેય કરી નહીં હોય.

માત્ર મધ્યપ્રદેશ જ નહીં, દેશના લગભગ દરેક ખૂણાથી દરરોજ એવા સમાચાર આવે છે કે દીકરીના જન્મને કારણે કોઈ મહિલા સાથે મારપીટ કરવામાં આવી હોય, તેને માનસિક રીતે પરેશાન કરવામાં આવતી હોય, ટોણા મારવામાં આવતા હોય. અમુક લોકો દીકરીના જન્મ પછી વહુને તેના પિયર મૂકી આવતા હોય છે. આ સ્થિતિમાં રાજગઢના આ પરિવારે લોકો માટે અદ્દભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકો દીકરાના જન્મ પર આવી ઉજવણી કરતા હોય છે, પરંતુ અહીં દીકરીના જન્મની આવી ઉજવણી જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ.

ખુજનેરના વોર્ડ નંબર 11માં રહેતા રામલખન પ્રજાપતિ નગર પાલિકામાં કર્મચારી છે. તેના લગ્ન 2014માં બ્યાવરામાં રહેતા રીના પ્રજાપતિ સાથે થયા હતા. લગ્નના 3 વર્ષ પછી તેમણે દીકરીને જન્મ આપ્યો હતો. તે સમયે પણ પરિવાર ઘણો ખુશ થયો હતો. 17મી ડિસેમ્બરના રોજ જ્યારે રીનાએ બીજી વાર દીકરીને જન્મ આપ્યો તો ફરી એકવાર પરિવારની ખુશીનું કોઈ ઠેકાણુ ના રહ્યું.

પરિવારના લોકો દીકરીને લક્ષ્મીનું સ્વરુપ માને છે. વહુ અને દીકરી ઘરે આવવાના હતા ત્યારે તેમના ગૃહ પ્રવેશ માટે આખા ઘરને ફુગ્ગા અને ફૂલોથી સજાવવામાં આવ્યું અને ઢોલ-નગારા સાથે તેમનો ગૃહ પ્રવેશ કરાવ્યો. આ દરમિયાન પરિવારના લોકોએ ખૂબ ડાન્સ કર્યો. ઘરના પરિવારની આ ખુશીમાં પાડોશી પણ સામેલ થયા. પરિવારે લોકોમાં એક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો કે દીકરીના જન્મને પણ દીકરાના જન્મની જેમ જ ઉજવવો જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો