કેનેડામાં રહેતા અને મૂળ રાજકોટના પરિવારે શ્રીમંત વિધિમાં ખોટા ખર્ચા ન કરી બાળકો માટે પ્લે ગાર્ડન બનાવ્યું

કેનેડામાં રહેતી રાજકોટના ગુજરાતી પરીવારે શ્રીમંત વિધીમાં ખોટો ખર્ચ ન કરી તેનો ઉપયોગ અન્યને મદદરૂપ થાય તે માટે કરીને તેને આદિવાસી વિસ્તારના બાળકોની ખુશી માટે પ્લે ગાર્ડન બનાવ્યું છે. આમ વિદેશમાં સ્થાયી થયેલી આ પરીવારે આદિવાસી બાળકોને અદ્યતન પ્લે ગાર્ડન આપી ચકિત કરી દીધા હતા.

રાજકોટનો પરિવાર કેનેડામાં રહે છે

ગુજરાતી સમાજમાં શ્રીમંતની વિધિ એટલે જાણે કે લગ્ન. લગ્ન જેટલો જ ખર્ચો થાય. કેનેડામાં રહેતા અને રાજકોટ નિવાસી ચંદુભાઇ કયાડાની પત્ની કૃપાને પોતાની શ્રીમંત વિધિમાં કંઇક અલગ જ કરવું હતું. કૃપા મનોમન જ વિચારી લીધું હતું કે પોતાના આવનારા બાળકને જે સુખ કે ખુશી રમકડાં આપી શકાય એ જ ખુશી મારે શહેરી જીવનથી અલિપ્ત રહેલા અને ક્યારેય આવા રમકડા ના જોયા હોય એવા બાળકો સુધી પહોંચાડવા છે. આથી જ કૃપાએ આદિવાસી વિસ્તારોમાં કાર્યરત એવા મહિલા કલાનિધી ટ્રસ્ટ અને લોક સારથી ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો.

કેનેડામાં રહેતા અને મૂળ રાજકોટના ચંદુભાઇ કયાડાની પત્ની કૃપાએ શ્રીમંત વિધિમાં વધેલી રકમ દાન કરી.

આદિવાસી વિસ્તારમાં પ્લે ગાર્ડન

પોતાની શ્રીમંત વિધિમાંથી બચાવેલી રકમમાંથી આદિવાસી વિસ્તારના ખાટીચિતરા ગામના બાળકો માટે પ્લે ગ્રૂપ ગાર્ડન વિકસાવવાનું નક્કી કર્યું હતું. કૃપાના પરિજનો દ્વારા અંદાજે 1 લાખના ખર્ચે તૈયાર થયેલ અદ્યતન પ્લે ગાર્ડન ગેમો સાથે શુભારંભ કરી લોકસારથી ફાઉન્ડેશનને ભેટ આપ્યો હતો. આદિવાસી સંસ્થાના બાળકો આ પ્રકારની રમતના સાધનો જોતાં તેમના ચહેરા ઉપર અલગ જ પ્રકારની ખુશી જોવા મળી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો