વડોદરામાં ઉદ્યોગપતિ પિતા-પુત્રનો ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત, બંનેનાં માથા ધડથી અલગ થઈ ગયાં

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા ફેક્ટરીના માલિક અને તેમના પુત્રએ રેલવે-ટ્રેક પર પડતું મૂકીને આપઘાત કર્યો છે. ટ્રેનની જોરદાર ટક્કર વાગતાં બંનેનાં માથાં ધડથી અલગ થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા 73 વર્ષીય ‌ફેકટરીના માલિક દિલીપભાઇ વિમલભાઇ દલાલ અને તેમના 43 વર્ષીય પુત્ર રસેશ દિલીપભાઇ દલાલના મૃતદેહ મારેઠા રેલવે-ફાટક પાસેથી મળી આવ્યા હતા. મંગળવારે સાંજે 7 વાગ્યે પિતા-પુત્રએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો, જેને પગલે રેલવે સ્ટેશન પર ઊભેલા લોકો દોડી ગયા હતા. પીએસઆઇએ બી.એમ. લબાના અને હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પિતા-પુત્રએ આર્થિક ભીંસમાં આપઘાત કર્યો હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ઉદ્યોગપતિ દિલીપભાઇનો પુત્ર રસેશ અપરિણીત હતો અને માનસિક બીમાર હતો. મકરપુરા ટિકિટ લેવા જઇએ છીએ, તેમ કહીને ઘરેથી નીકળ્યા હતા. મંગળવારે સાંજે સાત વાગ્યે મકરપુરા અને વરણામાની વચ્ચે મારેઠા રેલવે-ફાટક પાસે કોચુઅલ્લી-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન નીચે પડતું મૂકી બંનેએ આપઘાત કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

અલકાપુરી વિસ્તારમાં રહેતા ફેક્ટરી માલિક પિતા-પુત્રએ આત્મહત્યા કરતા રેલવે ટ્રેક પર લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. પિતા-પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. દિલીપભાઇ તેમના પત્ની અને પુત્ર રસેશ સાથે રહેતા હોવાનું બહાર આવ્યું છે,

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો