પાકિસ્તાનને F-16ની આ ખાસિયતનું છે અભિમાન, જેને આજે ભારતે તોડી પાડ્યું
એર સ્ટ્રાઈકથી ગભરાયેલું પાકિસ્તાન કઈ પણ સમજ્યા વિચાર્યા વગર કોઈ પણ પગલાં લઈ રહ્યું છે. આજે પાકિસ્તાનના F-16 ફાઈટર પ્લેને સીમાનું ઉલ્લંઘન કરીને ભારતીય સેનામાં ઉડાન ભરી હતી. જોકે ઈન્ડિન એરફોર્સે તેનો જડબા તોડ જવાબ આપીને તે પ્લેનને ભારતીય સીમામાં જ તોડી પાડ્યું હતું. પાકિસ્તાનને તેમના આ ફાઈટર પ્લેનનું ઘણું અભિમાન છે પરંતુ ભારતે આજે તેને ધુળ ચાટતુ કરી દીધુ છે. તો આવો જાણીએ એવી તો શું ખાસ વાત છે F-16માં કે પાકિસ્તાનને તેનું આટલું અભિમાન છે…
F-16ની ખાસિયત
- F-16 ફાઈટર એલકોન, એક એન્જિનવાળું સુપરસોનિક મલ્ટીરોલ ફાઈટર એરક્રાફ્ટ છે.
- F-16ને ફોર્થ જનરેશનનું સૌથી આધુનિક ફાઈટર જેટ માનવામાં આવે છે.
- તેની સૌથી એડ્વાન્સ રડાર સિસ્ટમ છે.
- તેમાં ખાસ જીપીએસ નેવિગેશન સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- F-16માં એડ્વાન્સ હથિયારનો સમાવેશ થયો છે અને આ એરક્રાફ્ટમાં એડ્વાન્સ સ્નાઈપર ટાર્ગેટિંગ પોડ પણ છે.
- આ એરક્રાફ્ટની મહત્તમ ગતિ 1500 મીલ પ્રતિ કલાક છે.
- આ એરક્રાફ્ટ કોઈ પણ હવામાનમાં કામ કરવા સક્ષમ છે.
- તેમાં ફ્રેમસેલ બબલ કોનોપી છે, જેમાં જોવાની પણ સુવિધા છે.
- આ એરક્રાફ્ટની સીટ 30 ડિગ્રી સુધી નમેલી હોય છે, જેથી પાયલટને g-ફોર્સનો અહેસાસ ઓછો થાય છે.
- અમેરિકા અને અન્ય 25 દેશ આ એરક્રાફ્ટનો ઉપયોગ કરે છે.
Pakistani F 16 AIRCRAFT shotdown who VIOLATES INDIAN BORDER #IndianAirForce #indian #AirSurgicalStrikes #PakistanAirForce pic.twitter.com/ou5JKpkDeI
— Aditya Bidwai (@AdityaBidwai) February 27, 2019
ભારતે મિરાજથી પાકિસ્તાનમાં કરી હતી એર સ્ટ્રાઈક, જાણો તેની ખાસિયત
મિરાજ 2000ની મારક ક્ષમતા
-‘મિરાજ 2000’માં હથિયારો (વેપન સિસ્ટમ પેલોડ) માટે નવ પોઈન્ટ્સ છે. તેમાં પાંચ તેના ફ્યુઝલાજ (મુખ્ય નળાકાર) પર અને બે બંને પાંખો પર છે. સિંગલ સીટર વર્ઝન અંદર બેસાડેલી હાઈ-ફાયરિંગ-રેટ ધરાવતી બે 30mm ગનથી પણ સજ્જ છે. આ ગન દર મિનિટે 1200થી 1800 રાઉન્ડ ગોળીઓ છોડી શકે છે.
– આ ઉપરાંત તે એર-ટુ-એર હુમલો કરી શકે તેવી 10 મિસાઈલ્સ અને 2 એર-ટુ-સર્ફેસ મિસાઈલ્સ લઈ જઈ શકે છે. પ્લસ, તે ‘ATLIS’ તરીકે ઓળખાતા દસથી વધુ લેસર ગાઈડેડ બોમ્બ્સ અને મિસાઈલથી પણ સજ્જ છે, જેનો આ વખતની ‘સર્જિકલ સ્ટ્રાઈક-2’માં ઉપયોગ થયો હશે. આખરી પરિસ્થિતિમાં ‘મિરાજ 2000’ એક ન્યુક્લિયર ક્રૂઝ મિસાઈલ લઈ જવા પણ સજ્જ છે. ઈ.સ. 2004થી ભારતે ‘મિરાજ 2000’નું જે અપગ્રેડેશન કર્યું, તેમાં પાઈલટને તમામ જાણકારી આપતો ડેટા તેના હેલમેટમાં જ ડિસ્પ્લે થઈ જાય અને લાંબા અંતરના હવાઈ ટાર્ગેટને પણ ઓટોમેટિકલી ટ્રેક કરી શકે તેવા ‘થેલ્સ’ રડાર બેસાડ્યાં છે. આ ઉપરાંત જમીન પર ગતિમાન સ્થિતિમાં રહેલાં ટાર્ગેટને ટ્રેક કરવા માટે ‘ડોપ્લર બીમ શાર્પનિંગ ટેક્નિક’થી પણ તેને સજ્જ કરાયાં છે.
– 47 ફૂટ લાંબું સિંગલ સીટર મિરાજ 2000 વિમાન પેલોડ (હથિયારો) સાથે 17 હજાર કિલોગ્રામનું વજન ઊંચકીને ઉડાન ભરી શકે છે. એકવાર ઉડાન ભર્યા પછી તે અટક્યા વિના દુશ્મનના વિસ્તારોમાં 1550 કિલોમીટર સુધી ઘૂસીને હુમલો કરી આવી શકે છે. મિરાજ 2000 છેક 59,000 ફૂટની ઊંચાઈએ ‘માક 2.2’ યાને કે 2336 કિલોમીટર પ્રતિ કલાકના વેગે ઊડી શકે છે.
Read Also~પાકને ભારતનો જડબાતોડ જવાબ, વાયુસેનાએ તોડી પાડ્યું પાકિસ્તાનનું F-16 ફાઇટર પ્લેન
ભારતીની શક્તિશાળી વાયુસેનાની શું છે તાકાત? જાણો તેની ખાસ વાતો