અઠવાડિયામાં કેટલો સમય વર્કઆઉટ કરશો?: 18થી 64 વર્ષની ઉંમરના લોકોએ દર અઠવાડિયે આટલી મિનિટ અને બાળકોએ રોજ આટલી મિનિટ વર્કઆઉટ કરવું જોઈએ

બસ કાલથી એક્સર્સાઈઝ કરવાનું શરુ કરીશું-આવી વાતો આપણે અવારનવાર સાંભળતા અને બોલતા પણ હોઈએ છીએ. લોકો પોતાની મનપસંદ વસ્તુઓને સમય આપે છે પણ વર્કઆઉટમાં પાછળ રહી જાય છે. સ્વસ્થ રહેવા માટે એક અઠવાડિયાંમાં કેટલો સમય અને કઈ એક્સર્સાઈઝ કરવ જોઈએ? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને હાલમાં જ અમુક ગાઈડલાઈન્સ જાહેર કરી છે. તેના વિશે જાણીએ…

18-64 વર્ષ: દર અઠવાડિયે 150 મિનિટ

મીડિયમ ઇન્ટેસિટીવાળી એક્સર્સાઈઝ કે ઓછામાં ઓછી 75 મિનિટ સુધી સ્ફૂર્તિવાળી એક્સર્સાઈઝ દર અઠવાડિયે કરો. તમે ઈચ્છો તો બે પ્રકારની એક્સર્સાઈઝ મિક્સ કરી શકો છો. બ્રિસ્ક વોક, વેટ લિફ્ટિંગ, સાઈક્લિંગ સામેલ કરી શકો છો.

65 વર્ષ કે તેથી વધારે: અઠવાડિયામાં ત્રણ દિવસ

આ ઉંમરમાં છો તો યોગ કે ડાન્સ ચોક્કસ કરવો. 18-64 ઉંમરના લોકોએ ફિઝિકલ પ્રવૃત્તિ પોતાના રૂટીનમાં સામેલ કરવી જોઈએ. સાથે જ યોગ અને ડાન્સને શેડ્યુલમાં સામેલ કરો. તેને અઠવાડિયામાં ત્રણ દિવસ કરો. શરીરનું સંતુલન રહેશે. હાડકાં મજબૂત બનશે.

ડિલિવરી પછી: અઠવાડિયામાં 150 મિનિટ

ડિલિવરી પછી એક્સર્સાઈઝ કરી શકાય છે, પરંતુ પહેલા ડૉક્ટરને અવશ્ય પૂછો. પોતાને હાઈડ્રેટ રાખો. જેમાં પડવાનું રિસ્ક હોય તેવી કસરત ના કરો. પીઠ પર સૂઈને કરી શકાય તેવી હળવી કસરત કરો.

બાળકો અને ટીનેજર્સ: રોજ 60 મિનિટનું વર્કઆઉટ જરૂરી

5-17 વર્ષના બાળકો માટે ઓછામાં ઓછા 60 મિનિટનો સમય કહ્યો છે. વીકમાં ત્રણ દિવસ મસલ્સ અને હાડકાં મજબૂત કરવાની કસરત કરો. તેમાં દોડ, કૂદ જેવી એક્ટિવિટી સામેલ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો