કંગનાને રણૌતને શું શું ચાટીને પદ્મશ્રી મળ્યો છે એ બધા સારી રીતે જાણે છેઃ શિવસેના સાંસદનું નિવેદન
ફિલ્મ અભિનેત્રી કંગના રણૌતે પાછલા અઠવાડિયામાં ઘણાં વિવાદિત નિવેદનો આપ્યા છે. તેના આ નિવેદનો પર પ્રતિક્રિયાઓનો સિલસિલો ચાલી રહ્યો છે. શિવસેના સાંસદ કોપાલ તુમાને આ ક્રમમાં એક વિવાદિત નિવેદન આપી દીધું. તેમણે કહ્યું કે કંગના રણૌતને શું કરીને પદ્મશ્રી મળ્યું, કોના પગ ચાટવાથી, શું શું ચાટવાથી આ પદ મળ્યું, તે દિલ્હીના દરેક સાંસદ અને ધારાસભ્યોને સારી રીતે ખબર છે.
શિવસેના સાંસદે સાથે એવું પણ કહ્યું કે મહાત્મા ગાંધીજી જો સત્તાના લાલચી હોત તો તે સમયે પ્રધાનમંત્રી-રાષ્ટ્રપતિ બધું બની શકતા હતા.
#WATCH महात्मा गांधी जी अगर सत्ता के लालची होते तो उस समय प्रधानमंत्री-राष्ट्रपति सब कुछ बन सकते थे। कंगना रनौत को क्या करके पद्म श्री मिला, किसके पांव चाटने से, क्या-क्या चाटने से ये पद मिला है ये दिल्ली के सभी सांसद, विधायक बहुत अच्छे से जानते हैं…: शिवसेना सांसद कृपाल तुमाने pic.twitter.com/luZdgHSpbM
— ANI_HindiNews (@AHindinews) November 18, 2021
કંગનાએ ગાંધીને સત્તાના ભૂખા કહ્યા હતા
કંગનાએ હાલમાં જ મહાત્મા ગાંધીના વિરોધમાં વિવાદિત નિવેદનો આપ્યા હતા. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા લાંબા મેસેજ પોસ્ટ કર્યા હતા. પોસ્ટમાં મહાત્મા ગાંધીજી પર નિશાનો સાધ્યો. પહેલા મેસેજમાં કંગનાએ ગાંધીજીને સત્તાના ભૂખા અને ચાલાક ગણાવ્યા. તો બીજી પોસ્ટમાં તેણે લખ્યું કે ગાંધીજી ઈચ્છતા હતા કે ભગત સિંહને ફાંસી આપવામાં આવે. તેણે લોકોને સલાહ આપી કે તેઓ પોતાના નાયક સમજદારીથી પસંદ કરે. સાથે બોલી કે એક ગાલ આગળ કરવાની સાથે બીજો ગાલ આગળ કરવાથી ભીખ મળે છે
કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી લખ્યું હતું કે, જે લોકોએ આપણને શિખવાડ્યું છે કે જો કોઇ આપણને એક ગાલ આપે તો બીજો ગાલ આગળ કરી દો અને આ રીતે તમને આઝાદી મળશે. આ રીતે તમને આઝાદી મળી શકે નહીં. આ રીતે તો માત્ર તમને ભીખ જ મળે છે. પોતાના નાયકોને બુદ્ધિમાનીથી સિલેક્ટ કરો.
તેણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે ક્યાં તો તમે ગાંધીજીના પ્રશંસક હોય શકો છો કે પછી નેતાજીના સમર્થક. તમે બંનેના હોઇ શકો નહીં…સિલેક્ટ કરો અને નિર્ણય લો. જણાવીએ કે, કંગના રણૌતનું ટ્વીટર અકાઉન્ટ પહેલાથી જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ પહેલા કંગના બોલી હતી કે ભારતને આઝાદી ભીખમાં મળી હતી. જેને લઇ પણ ખાસ્સો વિવાદ થયો હતો. છતાં તેની સાથે કોઇ પગલા લેવામાં આવ્યા નહોતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..