2%ની લોન બધાને મળશે તેવુ માનતા હોય તો લાઈનમાં ઉભાં રહેતાં પહેલાં સરકારે કરેલા આ ખુલાસા વિશે અચૂક જાણી લેજો
લોકડાઉનમાં બેરોજગાર બનેલા નાના ધંધાર્થીઓ માટે ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (aatma nirbhar yojana) ની જાહેરાત કરી હતી. જેના ફોર્મ મેળવવા માટે ગઈકાલથી લોકો લાઈનો
લગાવીને બેંકોની બહાર ઉભા છે. આવામાં લોકોના મનમાં આ લોન પ્રત્યે ખોટી માન્યતા પ્રવર્તી રહી છે. જે મામલે ખુલાસા કરવામાં આવ્યા છે. દરેકને 1 લાખની લોન મળી જશે તેવુ વિચારનારા આ સમાચાર ખાસ વાંચી લે. આ સાથે જ કેટલાક અન્ય ખુલાસા પણ કરવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આત્મનિર્ભર લોન માટે રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રદીપ વોરાએ રાજ્ય સરકારના ખુલાસા અંગે માહિતી આપતા કહ્યું કે, લોન પરત કરવાની ક્ષમતા ચકાસીને જ ગ્રાહકને લોન આપવી કે કેમ તે જે તે બેંક કે ક્રેડીટ સોસાયટી નક્કી કરશે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે આ અંગે જાહેરાત આપીની લોકોને માહિતગાર કર્યાં છે. લોન માટે એપ્લાય કરનાર ગ્રાહકનો સીબીલ રીપોર્ટ ચેક કરવામાં આવશે. સિબિલ એટલે ક્રેડિટ ઈન્ફર્મેશન બ્યુરો ઈન્ડિયા લિમિટેડ જો કોઇ અન્ય બેંક કે ક્રેડીટ સોસાયટીના ડિફોલ્ટર હશે તો તેવા લોકોને લોન મળવાની શક્યતા નહિવત રહેશે. લોન લેવા ઇચ્છતા ગ્રાહકે બે જામીનદાર આપવા રહેશે. જો કોઇ ગ્રાહક લોન લીધા બાદ તેની ભરપાઈ નહિ કરે તો જામીનદાર પર બેંક કાયદેસરની કાર્યવાહી કરી શકે છે. જોકે, આ આત્મનિર્ભર લોન અનસિક્યોર લોન હોવાથી સહકારી બેંકો પર આવનારા દિવસોનાં એનપીએનો ખતરો તોળાશે.
લોન મેળવવાના આ નિયમો ખાસ જાણી લેજો
- લોન માટે એપ્લાય કરનારના વ્યવસાય અને લોન ભરાવની ક્ષમતાને લઇને તેને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવી છે. 25 હજાર, 50 હજાર, 75 હજાર અને 1 લાખની લોનની રકમ નક્કી કરવાની સત્તા બેંકની રહેશે.
- 1 લાખની લોન માટે માસિક હપ્તો અંદાજે ૩૫૦૦
- 75 હજારની લોન માટે માસીક હપ્તો અંદાજે 2625
- 50 હજારની લોન માટે માસીક હપ્તો અંદાજે 1750
- 25 હજારની લોન માટે માસીક હપ્તો અંદાજે 875 રૂપિયા મે રહેશે
- લોન ધારકોએ 30 માસમાં લોન પુર્ણ કરવાની રહેશે
- લોન મંજુર થયા બાદ 1 થી 10 તારીખ સુધીમાં હપ્તો ભરવાનો રહેશે
આત્મનિર્ભર લોન માટે રાજ્ય સરકારે હવે ફોર્મ બહાર પાડ્યા બાદ અનેક ખુલાસા કર્યાં છે. લોન પરત કરવાની ક્ષમતા ચકાસીને જ ગ્રાહકને લોન આપવી કે કેમ તે જે તે બેંક કે ક્રેડીટ સોસાયટી નક્કી કરશે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ જાહેર ખબર થકી આ માહિતી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..