પ્રાઇવેટ જોબ કરતા લોકોને સરકારે આપી મોટી સુવિધા, નોકરી ગઈ તો 2 વર્ષ સુધી ESIC પૈસા આપશે,જાણો, કેવી રીતે અરજી કરવી?
મોદી સરકારે પ્રાઇવેટ જોબ કરતા લોકોને મોટી સુવિધા આપી છે. જો તમારી જોબ જતી રહે તો સરકાર તમને 24 મહિના એટલે કે 2 વર્ષ સુધી પૈસા આપશે. કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ‘અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના’ હેઠળ નોકરી છૂટવા પર આર્થિક સહાય પૂરી પાડે છે. ESICએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે.
रोजगार छूटने का मतलब आय की हानि नहीं है,ईएसआईसी रोजगार की अनैच्छिक हानि या
गैर – रोजगार चोट के कारण स्थायी अशक्तता के मामले में 24 माह की अवधि के लिए मासिक नकद राशि का भुगतान करता है। pic.twitter.com/v7ZnCvIHc7— ESIC (@esichq) November 22, 2019
ESICએ ટ્વીટ કર્યું છે કે, નોકરી છૂટવાનો અર્થ આવકનું નુકસાન નથી. રોજગારના અનૈચ્છિક નુકસાન અથવા રોજગારમાં થતી છટણીના કારણે ESIC 24 મહિનાના સમયગાળા માટે માસિક રોકડ રકમ ચૂકવે છે.
કેવી રીતે અરજી કરવી?
અટલ બિમિત કલ્યાણ યોજનાનો લાભ મેળવવા માટે તમે ESIC વેબસાઇટ પર જઇને ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. ફોર્મ ભર્યાં પછી તમારે તેને ESICની કોઈપણ બ્રાંચમાં સબમિટ કરવાનું રહેશે. આ ફોર્મ સાથે, 20 રૂપિયાના નોન-જ્યુડિશલ પેપર પર નોટરીથી એફિડેવિટ કરાવવાનું રહેશે, જેમાં AB-1થી AB-4 સુધીના ફોર્મ સબમિટ કરવામાં આવશે. આ માટે ઓનલાઇન સુવિધા શરૂ થવાની છે. વધુ માહિતી માટે, તમે વેબસાઇટ www.esic.nic.in પર જઈ શકો છો. ધ્યાન રાખો કે તમે આ સુવિધાનો લાભ ફક્ત એક જ વાર લઈ શકો છો.
સારવારનો નિયમ પણ સરળ બન્યો
ESICએ સુપર સ્પેશિયાલિટી ટ્રીટમેન્ટના નિયમો પણ પહેલાં કરતાં વધુ સરળ બનાવ્યા છે. અગાઉ આ નિયમ અનુસાર 2 વર્ષ સુધી નોકરી કરવી જરૂરી હતી, જેને હવે ઘટાડીને માત્ર 6 મહિના કરી દેવામાં આવી છે. તેમજ, યોગદાનની શરત 78 દિવસ કરી દેવામાં આવી છે.
કોને યોજનાનો ફાયદો નહીં મળે?
ESIC સાથે વીમો કરાયેલ કોઈપણ વ્યક્તિ કે જેને કોઈપણ કારણaસર કંપનીમાંથી હાંકી કાઢવામાં આવે અથવા તે વ્યક્તિ વિરુદ્ધ કોઈપણ પ્રકારનો ગુનાહિત કેસ દાખલ કરવામાં આવે તો તેમને આ યોજનાનો લાભ મળતો નથી. આ સિવાય જે લોકો સ્વૈચ્છિક નિવૃત્તિ લે (વીઆરએસ) તેમને પણ આ યોજનાનો લાભ મળશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..