J&Kમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણમાં CRPFનાં 2 જવાન અને 2 પોલીસ કર્મી શહીદ; LoC પર હેવી ફાયરિંગ

ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડામાં આતંકીઓ સાથેની અથડામણમાં CRPFના બે જવાન અને જમ્મુ કાશ્મીરના બે પોલીસ જવાન શહીદ થયાં છે. આ ઉપરાંત LoC પર પાકિસ્તાન દ્વારા હેવી ફાયરિંગ પણ શરૂ કરાયું છે. LoC પરના પુંછ, મેંઢર, બાલાકોટ, કૃષ્ણા ઘાટીમાં પાકિસ્તાન તરફથી હેવી ફાયરિંગ અને મોર્ટાર છોડવામાં આવી રહ્યાં છે.

  • જમ્મુ કાશ્મીરના હંદવાડામાં આતંકીઓ સાથેની અથડામણ
  • LoC પર પાકિસ્તાન દ્વારા હેવી ફાયરિંગ, મોર્ટાર પણ છોડ્યાં

ગુરૂવારે થયેલાં એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર થયા હતા: હંદવાડાના બાબાગુંડ ગામમાં આખી રાત ચાલેલા એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરાયા છે.આ એન્કાઉન્ટરમાં CRPFનાં બે જવાન અને બે પોલીસકર્મીઓ શહિદ થયા છે. મારવામાં આવેલા આતંકીઓના મૃતદેહનો શુક્રવારે સવારે ઘટના સ્થળેથી કબજો લઈ લેવામાં આવ્યો છે. આ પહેલાં ગુરુવારે રાતે સેનાની 22 આરઆર, 92 બટાલિયન સીઆરપીએફ અને એસઓજીની ટૂકડીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે સેનાએ સર્ચ ઓપરેશન વધાર્યું અને શંકાસ્પદ જગ્યાએ ફાયરિંગ શરૂ કરતાં આતંકીઓએ વળતો જવાબ આપવાની શરૂઆત કરી હતી. રાત્રે અંદાજે એક વાગ્યાથી ફાયરિંગ શરૂ થયું હતું. આ એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. આતંકીઓની ઓળખ હજુ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, આ પહેલાં 27 ફેબ્રુઆરીએ સેનાએ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના કમાન્ડરમાં જૈશના બે આતંકીઓને ઠાર કરી દીધા હતા. પુલવામા હુમલા પછીથી ખીણ વિસ્તારમાં સેનાનું આતંકીઓ વિરુદ્ધનું અભિયાન ચાલુ છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો