કોન્ટ્રાક્ટરનો અદ્ભૂત વિકાસ: રસ્તા વચ્ચેથી થાંભલો હટાવ્યા વિના રોડ બનાવી નાખ્યો, લોકોએ કહ્યું- એકાદો એવોર્ડ આપો
રાજસ્થાનના બાડમેરની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેમાં નવા નવા બનેલા રસ્તાની વચ્ચોવચ એક વિજળીનો થાંભલો દેખાઈ રહ્યો છે.
રાજસ્થાનના બાડમેરની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેમાં નવા નવા બનેલા રસ્તાની વચ્ચોવચ એક વિજળીનો થાંભલો દેખાઈ રહ્યો છે. કહેવાય છે કે, તેને હટાવ્યા વિના PWDના કોન્ટ્રાક્ટરે રસ્તો બનાવી દીધો. તેની તસ્વીર સોશિયલ મીડિયા પર શેર થતાં જ વાયરલ થઈ ગઈ હતી. ત્યાર બાદ રાજસ્થાનના સરકારી વિભાગ અને અશોક ગેહલોત સરકાર ટાર્ગેટ પર છે. લોકોએ એકથી એક ચડિયાતી કોમેન્ટ કરી છે.
વિકાસના બે કામ એક સાથે
લોકોએ આ રોડ બનાવાના કામ સાથે જોડાયેલા લોકોની બરાબરની ખેંચી લીધી હતી. રાજસ્થાનના એક નિવાસી દુર્ગેશ પટેલે ટ્વિટર પર લખ્યું હતું કે, રાજસ્થાનના એક ગામમાં PWD અને ઊર્જા વિભાગના સામંજસ્યથી રોડ તથા વિજળી એક સાથે આવી ગયા, તમામ ગ્રામવાસીઓને શુભકામનાઓ.
राजस्थान के एक गाँव मे PWD एवं ऊर्जा विभाग के सामंजस्य से सड़क व बिजली एक साथ आ गयी।
सभी ग्रामवासियों को बधाई।
कोनसे जिले/गाँव की तस्वीर हैं???@8PMnoCM pic.twitter.com/jNZOmRg2Ie
— Durgesh Patel🛡️ (@_DurgeshPatel) March 14, 2022
એક રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર આ તસ્વીર બાડમેર જિલ્લાના બાંદ્રા ગામની છે. અહીં એક દિવસ પહેલા જ રોડ બન્યો હતો. પણ આવુ કરતા પહેલા રસ્તાની વચ્ચે વિજળીનો થાંભલો હટાવાનું પણ કોઈને સૂઝ્યું નહોતું.કોન્ટ્રાક્ટરને વિકાસ કરવાની એટલી ઉતાવળ હતી કે, એટલુ પણ ન વિચાર્યું કે, કોઈ મોટું વાહન આ રસ્તા પરથી કેવી રીતે પસાર થશે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ગામમાં ગ્રેવલ રસ્તો કેટલાય વર્ષો પહેલા બન્યો હતો. તેના પર નવા રસ્તાનું નિર્માણ 2 દિવસ પહેલા જ શરૂ થયું હતું. ત્યારે આવા સમયે સરપંચ વિજળી વિભાગમાં જાણ કરી હતી. અને કહ્યું હતું કે, ભાઈ રસ્તો બની રહ્યો છે, થાંભલો હટાવી નાખો. પણ વિજળી વિભાગે એવું જ કર્યું જેવું મોટા ભાગના સરકારી વિભાગો આપણને જોવા મળતું હોય છે. મતલબ કંઈ નહીં. સરપંચની અરજી પર વિજળી વિભાગ તરફથી કઈ એક્શન લેવાઈ નહીં. જેના પર કોન્ટ્રાક્ટરે ગજબનું કામ કરી નાખ્યું. અને તેણે રસ્તા વચ્ચે જ થાંભલો રાખીને રોડ બનાવી નાખ્યો.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..