90 વર્ષના વૃદ્ધને નથી રાખતા પાંચ દીકરા-દીકરીઓ, કંટાળીને વૃદ્ધે કરોડોની સંપત્તિનું જે કર્યું તે જાણીને ચોંકી જશો

90 વર્ષના વૃદ્ધ વેપારી ગણેશ શંકર પાંડે પોતાના બાળકોના વર્તનથી એટલી હદે નારાજ છે કે તેમણે પોતાની આખી સંપત્તિ સરકારને દાન કરવાનું વિચારી લીધુ છે. આગ્રાના પીપલમંડીમાં રહેતા ગણેશ શંકર પાંડેની ઉંમર લગભગ 90 વર્ષ છે. તેમના બે દીકરા અને ત્રણ દીકરીઓ છે.

મારા દીકરાઓ મને બોલાવતા નથી
ગણેશ શંકર પાંડે મુજબ, લગભગ છેલ્લાં 40 વર્ષથી બંને દીકરા તેમની સાથે કોઈ વાતચીત કરતા નથી અને તેમની સારસંભાળ પણ રાખતા નથી. આ વેપારી પોતાના અન્ય ત્રણ ભાઈઓની સાથે પીપલમંડી નિરાલાબાદમાં રહે છે અને મસાલાનો વ્યવસાય કરતા હતા. એક ન્યુઝ સાથેની વાતચીતમાં તેઓ કહે છે, સંબંધ રાખવાની વાત તો છોડો. મારી સાથે ખૂબ જ અસભ્ય રીતે વર્તન કરે છે. સાવ શોભે નહીં તેવી વાતચીત કરે છે. હું માનસિક રીતે ખૂબ પરેશાન રહુ છુ. ત્રણ વર્ષ પહેલાં મેં મારી મિલકત કલેકટરના નામે લખી દીધી. પરંતુ તે હજી મંજૂર થઇ નથી. હવે મેજીસ્ટ્રેટે તેનો સ્વીકાર કર્યો છે. ગણેશ શંકરે પોતાની વસિયતમાં લખ્યું છે, જ્યાં સુધી હું જીવતો છુ ત્યાં સુધી પોતાની કાયમી અને અચલ સંપત્તિઓનો માલિક હું જ રહીશ. મારા મૃત્યુ બાદ મારા ભાગની જમીન આગ્રાના કલેકટરના નામે થશે.

આગ્રાના સિટી મેજીસ્ટ્રેટે વેપારી પાસેથી મિલકત મળ્યાંની પુષ્ટિ કરી
હું અત્યારે માનસિક રીતે સ્વસ્થ છું. આગ્રાના સિટી મેજીસ્ટ્રેટ પ્રતિપાલ ચૌહાણે વેપારી પાસેથી મિલકત મળ્યાંની પુષ્ટિ કરી છે. એક ન્યુઝ સાથેની વાતચીતમાં કહ્યું, ગયા ગુરૂવારે જનતા દર્શનમાં ગણેશ શંકર પાંડે આવ્યા હતા. તેઓ પોતાની રજીસ્ટર્ડ વસિયતનામું લઇને આવ્યાં હતા. જેને આગ્રાના કલેકટરના નામે રજીસ્ટર્ડ કરાવી હતી. 250 સ્કવેર ફૂટના મકાનની મિલકતની નોંધ તેમણે કરી હતી. વસિયતમાં તેમણે આ કારણ જણાવ્યું છે કે તેમના બાળકો તેમનું ધ્યાન રાખતા નથી. જેનાથી નારાજ થઇ આ કડક પગલું ઉઠાવવામાં આવ્યું છે. સિટી મેજીસ્ટ્રેટ પ્રતિપાલ ચૌહાણ મુજબ, સર્કલ રેટ પ્રમાણે આ સંપત્તિ અંદાજે બે કરોડ રૂપિયા છે. જોકે, તેની કિંમત ત્રણ કરોડ રૂપિયાથી પણ વધુ જણાવવામાં આવે છે. તેમનું કહેવુ છે કે જ્યારે તેઓ અહીં આવ્યાં હતા ત્યારે તેમની સાથે તેમના ભાઈ હતા. તેમના દીકરા અને દીકરીઓ નહોતા. જિલ્લા વહીવટી તંત્રની તેમાં કોઈ ભૂમિકા નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો