દિયર-ભાભીના પ્રેમ પ્રકરણનો આવ્યો કરુણ અંજામ, પત્ની સાથે આડા સંબંધ રાખનાર નાના ભાઇની મોટા ભાઇએ હત્યા કરી નાખી

મોટા ભાઇએ કાકાના પુત્ર સાથે મળીને નાના ભાઇને મોતને ઘાટ ઉતાર્યો
રાજસ્થાનના ભરતપુરમાંથી ભાભી-દિયરના સંબંધને શરમમાં પાડે એવી દર્દનાક ઘટના સામે આવી છે. જિલ્લાના એક ગામમાં રહેતા પરિવારના નાના પુત્રની હત્યાના કેસથી સમગ્ર વિસ્તારમાં અંજપો પ્રસરી ગયો છે. અહીં દિયર અને ભાભીના પ્રેમ સંબંધની જાણ મોટા ભાઇને થતાં એેણે નાના ભાઇની કરુણ હત્યા કરી નાંખી છે. નાના ભાઇની હત્યા કરવાના આરોપસર મોટા ભાઇની પોલીસે ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ય માહિતી મુજબ, દિયરના એની ભાભી સાથે આડા સંબંધ હતા, જેની જાણ થતાં મોટો ભાઇ આપો ગુમાવી બેઠો હતો. એણે પોતાના મિત્ર સાથે મળીને નાના ભાઇને મોતને ઘાટ ઉતારી દીધો. નાના ભાઇની હત્યા કરી મોટા ભાઈએ પોલીસ સમક્ષ પોતોના ગૂનો સ્વીકારી લીધો હતો.

ભરતપુર જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર 23 જાન્યુઆરીએ પરિવારના નાના પુત્રનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો હતો. આ પરિવારની મહિલાઓ જંગલમાં ઢોર ચરાવવા માટે ગઇ હતી જ્યાં તેમણે મૃતદેહ પડેલો જોયો હતો. જે પછી આખો કેસ સામે આવ્યો હતો. મૃતના શરીર પર જોવા મળેલા નિશાન પરથી એની હત્યા હોવાનો ખુલાસો થયો હતો. જોકે પોલીસે ફરિયાદ નોંધીને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારનો સોંપી દીધો હતો.

આ દરમિયાન દફનવિધિમાં મૃતકના મોટા ભાઇએ ખુલાસો કર્યો હતો કે એણે જ નાના ભાઇની હત્યા કરી હતી. જેમાં એના કાકાનો દીકરો પણ સામેલ હતો. આ ખુલાસા પછી પોલીસે બંને હત્યારાઓની ધરપકડ કરી લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો