રાજકોટ બાદ ગુજરાતના વધુ એક શહેરમાં જાહેર રસ્તા પરથી નૉનવેજની લારીઓ હટાવાશે

ગુજરાતમાં રાજકોટ બાદ વડોદરા મહાનગર પાલિકાએ પણ શહેરના જાહેર રસ્તા ઉપરથી નૉનવેજની લારીઓ દૂર કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત આગામી 10 દિવસમાં જાહેર રસ્તાઓ પરથી નોનવેજની લારીઓ હટાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.

રાજકોટ શહેર બાદ હવે વડોદરા મહાનગર પાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે કે, હવે શહેરમાં નોનવેજ વેચતી લારીઓ હોય કે દુકાનો માસ મટન કે ઈંડા જાહેરમાં દેખાય તે રીતે વેપાર કરી શકાશે નહીં.

આગામી 10 દિવસમાં આ નિયમોનું પાલન કરાવવા માટે પાલિકાની ટીમોને આદેશ આપી દેવાયો છે. આગામી દિવસોમાં વેજ અને નોનવેજની લારીઓ અને દુકાનો માટે અલગથી હોકિંગ ઝોન પણ બનાવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બીજી તરફ વિપક્ષ નું કહેવું છે કે, કોણ શું આરોગે છે? તેનો નિર્ણય પાલિકા કરી શકે નહીં. 80 ટકા હિંદુઓ પણ નોનવેજ આરોગે છે. ધર્મના નામે નિર્ણયો ન લેવા જોઈએ.

પાલિકાએ પહેલા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ કરાવવો જોઈએ. જેથી પાલિકાને આવક પણ થાય અને નાગરિકોને પણ સુવિધા મળી રહે, તેમજ લારીઓ વાળાને પણ રોજગારી મળે.જો કે પાલિકાના કર્મીઓ અને સત્તાધીશો હપ્તાખોરી માટે સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલમાં લાવતા નથી.

અગાઉ બે દિવસ પહેલા જ રાજકોટ મેયર ડૉ પ્રદિપ ડવ દ્વારા શહેરમાં ખુલ્લેઆમ ધમધમતી ઇંડા અને નૉનવેજની લારીઓ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે બાદ તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. મેયરના આદેશ આપ્યા બાદ સાંજ સુધીમાં શહેરના જાહેર રસ્તાઓ પરથી 18 જેટલી ઇંડાની લારીઓ જપ્ત કરવામાં આવી હતી.

રાજકોટમાં જાહેરમાં નૉનવેજ અને ઇંડાની લારીઓ 24 કલાક ધમધમતી હોવાની ફરિયાદો મળતા મેયર ડૉ પ્રદીપ ડવે જાહેરમાં નોનવેજ અને ઇંડાની લારીઓ પર ધંધો કરવાની સખ્ત મનાઈ ફરમાવતો હુકમ કર્યો હતો.

જાહેર રસ્તાઓ પર ગેરકાયદે કબ્જો કરીને ધંધો કરતાં ખાણી-પીણીના ધંધાર્થીઓને રસ્તા પરથી હટાવવાનો આદેશ મળતા જ ડેપ્યુટી કમિશનર એકે સિંહ સહિતનો કાફલો જગ્યા રોકાણ શાખાના સ્ટાફ સાથે રસ્તા પર ઉતર્યો હતો. આ દરમિયાન બેરોકટોક ઈંડા નૉનવેજ વેચતા વેપારીઓને અંતિમ નોટિસ આપીને 18 જેટલી રેકડીઓ જપ્ત કરી હતી.

હવે આજે વડોદરા મહાનગર પાલિકા દ્વારા પણ જાહેર રસ્તા પરથી નોનવેજની લારીઓ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ માટે પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમને ડૉ હિતેન્દ્ર પટેલ દ્વારા જે-તે અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો