શિક્ષણમંત્રીની ઓફલાઇન શિક્ષણની જીદ વિદ્યાર્થીઓને ભારે પડી, રાજ્યમાં અત્યાર સુધી 100 જેટલા વિદ્યાર્થી પોઝિટિવ
ગઈકાલે ઉદગમ અને ઝેબર સ્કૂલમાં 2 વિદ્યાર્થી સંક્રમિત થયા હતા
રાજ્યમાં કોરોનાના કેસો હવે નિયંત્રણ બહાર જઈ રહ્યા છે. રાજ્યની સ્કૂલોમાં પણ કોરોનાએ પગપેસારો કરી લીધો છે. સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ હવે કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. રાજ્યની સ્કૂલોમાં અત્યાર સુધીમાં 100 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવી ચૂક્યા છે. ગઈકાલે શહેરમાં ઉદગમ અને ઝેબર સ્કૂલમાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે આજે સી.એન. વિદ્યાલયમાં એક અને સંત કબિર સ્કૂલમાં 2, ઉદગમ સ્કૂલમાં વધુ એક અને વેજલપુરની લોટસ સ્કૂલમાં એક, મહારાજા અગ્રસેન સ્કૂલમાં 3, DPS સ્કૂલમાં 1 એમ કુલ 9 વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગ્યો છે. અમદાવાદની સ્કૂલોમાં કોરોનાના કેસનો આંકડો હવે 21 સુધી પહોંચી ગયો છે. આ સાથે જ સુરત, રાજકોટ તથા વડોદરા જેવા શહેરોમાં પણ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સંક્રમિત આવ્યા છે.
કેટલીક સ્કૂલો DEOને કેસની જાણ કરતી નથી
સ્કૂલોમાં ઓફલાઇન શિક્ષણ ચાલુ છે, જેથી મોટા ભાગના વાલીઓ બાળકોને સ્કૂલે મોકલે જ છે. એક અઠવાડિયાથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અત્યારસુધી સ્કૂલોએ DEO કચેરીએ જાણ કરી હોય એ કેસ જ નોંધવામાં આવ્યા છે, પરંતુ હજુ કેટલીક સ્કૂલોએ કેસ આવ્યા છતાં DEO કચેરીએ જાણ કરી નથી, એવું શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું.
સ્કૂલોમાં 100 જેટલા કોરોનાના કેસ
છેલ્લા કેટલાક દિવસોમાં અંદાજે 100 જેટલા બાળકો સંક્રમિત થતાં વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. પરિણામે, વાલીઓની સ્થિતિ કપરી બની છે. આ સંજોગોમાં સંચાલકો અને સરકાર શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરી ફરી ઓનલાઈન ચાલુ કરવાને બદલે વાલીઓના ભરોસે શાળાઓ ચલાવતા હોય એવું દેખાઈ રહ્યું છે. રાજ્યના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ રાજકોટના પ્રવાસ દરમિયાન દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘શાળામાં વાલીઓએ સહમતી પત્ર આપ્યા જ છે અને ફરીથી સંમતિપત્ર લેવામાં આવશે’.
અમદાવાદમાં કોરોનાના 278 નવા કેસ
છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોરોના સંક્રમણ વકર્યું છે અને આજે પણ રાજ્યના સૌથી વધુ નવા કેસ શહેરમાં નોધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 278 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 18 દર્દી સાજા થયા છે. શહેર કે જિલ્લામાં શૂન્ય મોત રહ્યું છે. શહેર અને જિલ્લામાં સાડાછ મહિના એટલે કે 208 દિવસ પહેલાં 4 જૂને 184 કેસ હતા. 27 ડિસેમ્બરે 100થી વધુ કેસ સામે આવ્યા હતા.
7 જાન્યુઆરીએ 15થી 18 વર્ષનાં બાળકો માટે વેક્સિનેશનની સ્પેશિયલ ડ્રાઈવ
રાજ્યમાં કોરોના તેમજ ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ, સ્કૂલ જતા વિદ્યાર્થીઓ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે, જેથી કેબિનેટની બેઠકમાં આગામી 7 જાન્યુઆરીએ 15થી 18 વર્ષનાં બાળક માટે રાજ્યભરમાં સ્પેશિયલ વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરવાનો નિર્ણય લેવાયો છે. પ્રવક્તા મંત્રી જિતુ વાઘાણીએ કહ્યું હતું કે આગામી 7 જાન્યુઆરીએ 15થી 18 વર્ષનાં બાળક માટે રાજ્યભરમાં કોરોના રસીકરણની સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..