અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર હૃદય કંપાવી દે તેવો અકસ્માત: બંધ ટ્રક પાછળ ઇકો ઘૂસી જતાં 3ના મોત, યુવતીનું માથુ ધડથી અલગ થયું
અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે આજે બંધ ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતા હાઈવે મરણચીંસોથી ગૂંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને સાત લોકો ઘાયલ થયા છે. નડિયાદ પાસે આજે બનેલી ઘટનાએ થોડા દિવસ પહેલા આણંદ પાસે બનેલી અકસ્માતની ઘટનાની યાદ તાજા કરાવી દીધી હતી.
અકસ્માતમાં કારનો ફૂરચો બોલી ગયો હતો
આજે બપોરના સમયે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદ પાસે રોડની સાઈડમાં બંધ પડેલી ટ્રકમાં એક ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે કારના ફૂરચા ઉડી ગયા હતા. કારની અંદર સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે સાત લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામા આવ્યા છે.
મૃતક
1.) ટીશાબેન હરીશભાઈ સોની (ઉ. વ. 41)
2.) જીકીશાબેન હરીશભાઈ સોની (ઉ. વ. 15)
3.) નૈયનાબેન નારણભાઈ સોની (ઉ. વ. 17)
ઈજાગ્રસ્ત
1.) હરીશભાઈ કેશમરલજી સોની (ઉ. વ. 45, ચાલક)
2.) લાખસિંહ હરીશભાઈ સોની (ઉ. વ. 10)
3.) યશકુમાર હરીશભાઈ સોની (ઉ. વ. 4)
4.) મીરાબેન કેશમરલજી સોની (ઉ. વ. 75)
5.) જીગરભાઈ નારણભાઈ સોની (ઉ. વ. 15)
6 દિવસ પહેલા તારાપુર પાસેના અકસ્માતમાં 9ના મોત થયા હતા
આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક સવારે 6.20 વાગ્યે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં 9 જેટલા લોકોનાં મોત થયાં હતા. ઈકોમાં સવાર અજમેરી પરિવાર જલગાંવથી ભાવનગર તરફ જઈ રહ્યો હતો, એ સમયે ટ્રક ચાલકને ઝોંકુ આવી જતાં ટ્રક ઇકો સાથે અથડાઈ હતી. બે બાળકો સહિત 9 લોકોના મોત થતાં મૃતકોના ગામ વરતેજ અને તારાપુર સહિતના પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..