શિયાળામાં રોજ ખાઈ લો ખજૂર, અનેક બીમારીઓથી બચાવે છે ખજૂર, ફાયદા જાણીને તમે ચોંકી જશો, જાણો અને શેર કરો

શિયાળાની સીઝન આવી છે ત્યારે તમે કેટલીક ખાસ ચીજોનું સેવન શરૂ કરો છો તો તમને તેના મોટા ફાયદા મળે છે. આવું જ કંઈક ખજૂરની વાતમાં પણ છે. ગુણોનો ભંડાર ખજૂર શિયાળામાં હેલ્થને સારી રાખવામાં તમારી મદદ કરે છે. તો જાણો ખાસ વાતો.

જાણો ખજૂર ખાવાના ફાયદા
ખજૂરમાં અનેક પ્રકારના એન્ટીઓક્સીડન્ટ્સ મળે છે જે અનેક બીમારીઓથી બચાવે છે. ખજૂરને સારી રીતે ડ્રાય કરીને ઉપયોગમાં લેવા. ડ્રાય ખજૂરની પૌષ્ટિકતા વધારે હોય છે. ખજૂરમાં કિશમિશ કે અંજીર જેટલી કેલેરી હોય છે. તેમાં વધારે કેલેરી કાર્બોહાઈડ્રેટથી આવે છે. 100 ગ્રામ ખજૂરમાં 75 ગ્રામ કાર્બોહાઈડ્રેટ રહેલા છે. આ સિવાય તેનાથી 277 કેલેરી એનર્જી મળે છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર, મેંગેનીઝ, આર્યન, વિટામીન બી6 મોટા પ્રમાણમાં મળી રહે છે.

જાણો શરીરને માટે કઈ રીતે ઉપયોગમાં લેવાથી થાય છે લાભ

ખજૂરના કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને સેલેનિયમ હોય છે. ખજૂરનું નિયમિત સેવન કરવાથી હાડકા મજબૂત બને છે.

દરરોજ ખજુર ખાવાથી અને દૂધમાં ઉકાળીને પીવાથી શરીરને ભરપુર શક્તિ મળે છે. ખજુરના સેવનથી શક્તિમાં વધારો થાય છે.

ખજૂરને દુધમાં ઉકાળીને તે ગરમ દૂધ પીવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે.

હ્રદય રોગના દર્દીઓ ખજુર ખાય તો તેથી તેમની રક્ત વાહિનીમાં સ્ક્તનો સંચાર સરળ થાય છે. જેનાથી રક્ત સંચારમાં અવરોધ થવાથી હ્રદય રોગની શક્યતાનો નાશ થાય છે.

ખજૂરમાં ગ્લૂકોઝ વધારે પ્રમાણમાં હોય છે જેથી તેનાથી બોડીને એનર્જી મળે છે.

દૂધમાં ખજૂર મિક્સ કરીને પીવાથી બ્લડ સર્કુલેશન સારું થાય છે. ત્વચામાં ચમક પણ આવે છે.

દૂધ અને ખજૂરમાં રહેલા આર્યન લોહીની ઉણપને એટલે કે એનીમીયાથી બચવામાં કારગર રહે છે.

ખજૂરને પાણીમાં ઉકાળીને તેમાં ૨-૩ ગ્રામ મેથી દાણાનું ચૂર્ણ ભેળવીને રોજ ખાવાથી મહિલાઓનો કમરના દુખાવામાંથી રાહત મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો