આ જીવન નિરોગી રહેવું હોય તો તમારા આહારમાં સામેલ કરો આ 6 ફૂડ, બીમારીઓથી બચીને રહેશો, જાણો અને શેર કરો

આજના સમયમાં બીમારીઓથી બચવા માટે લોકો ઘણું બધું કરતા હોય છે. જેમાં સૌથી જરૂરી છે કેટલાક હેલ્ધી ફૂડ્સ ખાવા. આજે અમે તમને એવા 6 હેલ્ધી ફૂડ્સ વિશે જણાવી રહ્યાં છે જેને ખાવાથી તમારું સ્વાસ્થ્ય વર્ષોવર્ષ ટકી રહેશે.

રોગોથી બચવું હોય તો ડાયટમાં આ ફૂડ્સ સામેલ કરો

બધાંના રસોડામાં કેટલાક એવા સુપર ફૂડ્સ હોય છે જે આપણને રોગોથી બચાવે છે. આ ફૂડ્સ ઘરમાં સરળતાથી ઉપલબ્ધ પણ હોય છે. ઘરના બધાં જ સભ્યો જો આ ફૂડ્સ ખાવાનું શરૂ કરી દે તો તેઓ 100 વર્ષ સુધી બીમાર નહીં પડે અને હમેશા સ્વસ્થ રહેશે. આપણી ડાયટમાં એન્ટીઓક્સીડેન્ટ. ફાયબર અને અન્ય હેલ્ધી પ્રોપર્ટીથી ભરપૂર ખોરાક ખાવા જરૂરી છે.

આ ફૂડ્સ ખાઓ

લસણ
લસણમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીવાયરલ પ્રોપર્ટી હોય છે. તેમાં રહેલું સલ્ફર કમ્પાઉન્ડ રોગોથી બચાવે છે. હાર્ટના રોગો, મોતિયા, પેટના રોગો અને પ્રોસ્ટેટ કેન્સરના રિસ્કને ઘટાડે છે.રોજિંદી ડાયટમાં એક કળી લસણને સામેલ કરો. રોજ સવારે નવશેકા પાણી સાથે એક લસણની કળી ગળી જાઓ.

ઓટ્સ
ઓટ્સમાં બીટા-ગ્લૂકેન નામનું સોલ્યુબલ ફાયબર હોય છે. જે કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે. રોજ ઓટ્સ ખાવાથી હાર્ટ એટેકનું રિસ્ક 10 ટકા ઓછું થઈ જાય છે. રોજ 10 ગ્રામ સોલ્યુબલ ફાયબર લેવું જોઈએ. તેના માટે 1 વાટકી ઓટમીલ ખાઓ.

અળસીના બીજ
માત્ર 1 ચમચી અળસી ખાવાથી 2.3 ગ્રામ ફાયબર મળી રહે છે. તે શરીરમાં એસ્ટ્રોજન તરીકે કામ કરે છે. જે હોર્મોન્સનું બેલેન્સ જાળવે છે. બ્રેસ્ટ કેન્સરથી બચાવે છે. તેનું એન્ટીઈન્ફ્લામેટરી પાવર સ્કિન પ્રોબ્લેમ્સ અને અસ્થમા સામે રક્ષણ કરે છે. રોજિંદી ડાયટમાં 1-2 ચમચી અળસીના બીજને સામેલ કરો.

ઓલિવ ઓઈલ
ઓલિવ ઓઈલમાં સૌથી હેલ્ધી મોનોસેચુરેટેડ ફેટ હોય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી સારાં કોલેસ્ટ્રોલને વધારે છે. તેમાંથી ફેનોલ્સ એન્ટીઓક્સીડેન્ટ પણ મળે છે. જે લોહીની નળીઓમાં કોલેસ્ટ્રોલ જમા થતાં રોકે છે. રોજિંદી ડાયટમાં માત્ર 1 ચમચી ઓલિવ ઓઈલને સામેલ કરો.

દહીં
દહીં કેલ્શિયમનો બેસ્ટ સોર્સ છે. જે હાડકાંને હેલ્ધી રાખે છે. તેમાં રહેલાં જીવિત બેક્ટેરિયા ખરાબ બેક્ટેરિયાને વધતાં રોકે છે. તે આંતરડામાં સોજા, અલ્સર, યુરિનરી ઈન્ફેક્શન અને વજાઈનલ યીસ્ટ ઈન્ફેક્શન સામે રક્ષણ કરે છે. 3/4 કપ લો ફેટ અથવા ફેટ ફ્રી દહીં રોજિંદી ડાયટમાં સામેલ કરો.

તજ
તજ હીલિંગ સ્પાઈસ છે. ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર કંટ્રોલ કરે છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે. સાથે જ તે દરેક પ્રકારના બેક્ટેરિયા સામે શરીરનું રક્ષણ કરે છે. રોજિંદી ડાયટમાં ¼ થી ½ ચમચી તજને સામેલ કરો. તમે ભોજનમાં તજનો ઉપયોગ કરી શકો છો. સવારે નવશેકા પાણીમાં તજ પાઉડર મિક્સ કરીને પણ પી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો