જર્મન ઓટોમેશન કંપની ‘સિમેન્સ’એ ઇલેક્ટ્રિક હાઈવે સિસ્ટમ બનાવી, વર્ષ 2022 સુધીમાં આખો પ્રોજેક્ટ તૈયાર થઈ જશે
પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોનું પ્રદૂષણ ઓછું કરવા માટે ઇલેક્ટ્રિક વાહનોની શોધ થઈ ચૂકી છે. જર્મનીએ આ શોધ કરતાં પણ એક સ્ટેપ આગળની શોધ કરી છે. પ્રથમવાર દેશમાં 544 કરોડ રુપિયાના ખર્ચે ઈ-હાઈવે બની રહ્યો છે. સરકારે હાલમાં જ ફ્રેંકફર્ટ એરપોર્ટ અને ઇન્ડસ્ટ્રિયલ પાર્કની વચ્ચે 10 કિલોમાટર લાંબો હાઈવે ટેસ્ટ કર્યો છે.
વાહનની સ્પીડ
આ સિસ્ટમને જર્મન ઓટોમેશન કંપની ‘સિમેન્સ’એ બનાવી છે. વૈજ્ઞાનિકો મુજબ, પ્રદૂષણ ઓછું કરવા માટેનો આ પ્રથમ ટેસ્ટ છે. આ હાઈવે પર ચાલતા ટ્રકોમાં મોટર લગાવી છે, જે કેબલમાંથી પસાર થતી વીજળીને લીધે ચાલે છે. ઇલેક્ટ્રિક કેબલની ઉર્જાથી ટ્રક 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.
એનર્જીની બચત
સિમેન્સ કંપનીએ દાવો કર્યો છે કે, ઈ-હાઈવે સિસ્ટમથી ઇંધણથી ચાલતાં ટ્રક કરતાં વધારે એનર્જી બચે છે. દર વર્ષે એક લાખ કિલોમીટર ચાલતા ટ્રકમાં સામાન્ય ઇંધણ કરતાં ઇલેક્ટ્રિકઊર્જા વાપરવાથી વર્ષે 16 લાખ રૂપિયાની બચત થાય છે. આ ઉપરાંત, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડનું ઉત્સર્જન પણ ઓછું થાય છે. આ ટ્રક ઇલેક્ટ્રિક હાઈવે પર ઇલેક્ટ્રિસિટી અને સામાન્ય ફ્યુલ પર પણ ચાલી શકશે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.