અજાણ્યા વાહને યુવકને સુમસામ રસ્તા પર મારી ટક્કર, થોડીવાર સુધી કોઈ મુવમેન્ટ ના થતા એપલ સ્માર્ટ વૉચે ઇમર્જન્સી નંબર ડાયલ કરી જીવ બચાવ્યો

સિંગાપોરમાં હિટ એન્ડ રનના કેસમાં 24 વર્ષીય બાઇકચાલકનો જીવ કોઈ માણસ નહીં પણ એપલ સ્માર્ટ વૉચે જીવ બચાવ્યો છે. બાઇકને વૅનની ટક્કર વાગ્યા પછી લોહીલુહાણ હાલતમાં મુહમ્મદ ફિતરી બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો હતો. શરીરમાં કોઈ હલન-ચલન ના થતા એપલ વૉચે ડાયરેક્ટ ઇમર્જન્સી નંબરમાં કોલ કર્યો અને સમયસર સારવાર મળતા મુહમ્મદનો જીવ બચી ગયો.

સ્માર્ટ વૉચે જીવ બચાવ્યો
એપલ સ્માર્ટ વૉચે માત્ર ઇમર્જન્સી સર્વિસ અને મુહમ્મદના અન્ય કોન્ટેક્ટને એક્સિડન્ટની જાણ કરી. સ્માર્ટવૉચે મુહમ્મદની ગર્લફ્રેન્ડને એક્સિડન્ટની જાણ કરીને લોકેશન મોકલ્યું હતું. ઘણા સમય પછી ખબર પડી કે મુહમ્મદના પરિવાર અને તેની ગર્લફ્રેન્ડને કોઈ માણસ નહીં પણ સ્માર્ટવૉચે કોન્ટેક્ટ કર્યો હતો.

પરિવારે સ્માર્ટ વૉચનો આભાર માન્યો
અકસ્માત થયો તે જગ્યા ઘણી શાંત હતી અને આજુબાજુ કોઈની અવર-જવર પણ નહોતી. મુહમ્મદના પરિવારે કહ્યું, ઇમર્જન્સી સર્વિસને ફોન કરવા બદલ અમે સ્માર્ટ વૉચના આભારી છીએ. મુહમ્મદનો જીવ બચાવનારા દરેક લોકોને અમે ક્યારેય નહીં ભૂલી શકીએ.

મુહમ્મદની બહેને તેના ભાઈના હિટ એન્ડ રન કેસની પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી છે. તેણે પોસ્ટમાં લખ્યું કે, અકસ્માત સમયે જો કોઈ ઘટનાસ્થળે હાજર હોય તો મહેરબાની કરીને અમને આરોપી અને તેના વાહનની માહિતી આપો.

હાલ મુહમ્મદની તબિયત સારી છે
સિંગાપોર સિવિલ ડિફેન્સ ફોર્સે જણાવ્યું, અમને આ ઘટનાની જાણ રાતે 8:20 વાગ્યે થઈ. બાઈકચાલકને અમે ‘ખૂ ટેક પુઆત’ હોસ્પિટલ લઇ ગયા. સમયસર અમને મેસેજ મળી જતા મુહમ્મદ આજે આપણા બધાની વચ્ચે જીવતો છે.

એપલ સ્માર્ટ વૉચમાં સિરીઝ 4થી દરેક મોડલમાં સ્પેશિયલ ફીચર છે, તેમાં યુઝર્સ ક્યાંક પડી જાય તો વૉચ તેને ડિટેકટ કરીને અલર્ટ કરે છે. જો કોઈ મુવમેન્ટ ડિટેકટ ના થાય તો ડિવાઇસ ડાયરેક્ટ સ્પેસિફિક કોન્ટેક્ટ કે ઇમર્જન્સી સર્વિસનો કોન્ટેક્ટ કરે છે. એપલ સ્માર્ટ વૉચ ઉપરાંત આ ફીચર સેમસંગ ગેલેક્સી વૉચ 3માં પણ છે. હાલ પોલીસ હિટ એન્ડ રનનો કેસ નોંધીને તપાસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો