દુલ્હને લગ્ન માટે મૂકી અનોખી શરત- પહેલા 100 વૃક્ષો વાવો એ પછી જ જાન લઈને આવજો

મધ્ય પ્રદેશમાં એક શિક્ષિત દુલ્હને લગ્ન પહેલાં એક હટકે શરત તેના સાસરીપક્ષની સામે મૂકી હતી. દુલ્હને તેના ભાવિ પતિના પરિવારને કહ્યું કે, પ્રથમ તમે ફળદાર અને ઘટાદાર એવા 100 વૃક્ષ વાવો. આ કામ પૂરું થઇ જાય એ પછી જ તમે જાન લઈને મારા ઘરે આવી શકો છો. જો કે સાસરીપક્ષ પણ આ સાંભળીને ચોંકી ગયા હતા, ત્યારબાદ તેમણે 100 વૃક્ષ વાવવાનો અને દુલ્હનનું ધ્યાન રાખવાનો વાયદો કર્યો અને ધૂમધામથી લગ્ન કર્યા.

‘વહુના વિચારથી અમે ખુશ છીએ’

ગ્વાલિયર શહેરમાં ઇન્દ્રમણિ નગરના રહેવાસી પંડિત અશોક દુબેની દીકરી નીતુ શહેરની એક પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર છે. નીતુનાં લગ્ન ડો. આશુ સાથે નક્કી થયા, પરંતુ લગ્ન પહેલાં જ તેણે વરપક્ષ સામે વૃક્ષારોપણની શરત મૂકી હતી. આશુના પિતા સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર છે અને તેમણે પોતાની વહુને વચન આપ્યું કે, શ્યોપુર જિલ્લા પ્રશાસન સાથે વાત કરીને અમે 100 વૃક્ષ વાવવા માટે જગ્યા લઈશું. અમારી વહુના આવા વિચારોથી અમે સૌ ઘણા ખુશ છીએ.

પર્યાવરણ માટે હંમેશા ચિંતિત રહે છે

100 વૃક્ષ વાવવાની શરત મૂકનારી નીતુએ કહ્યું કે, આજકાલ ટીવી અને ન્યૂઝપેપરમાં એક જ સમાચાર જોવા મળે છે કે, ગરમીને કારણે અનેક લોકો વલખાં મારે છે અને અમુક મૃત્યુ પામે છે. મહારાષ્ટ્રના અમુક ગામના લોકો એક ડોલ પાણી માટે તરસી રહ્યા છે. આ બધુ જોઈને મને ઘણું દુઃખ થાય છે. હું મારા પરિવાર અને ફ્રેન્ડ સર્કલ સાથે હંમેશાં વૃક્ષારોપણમાં ભાગ લઉં છું. મને વિચાર આવ્યો કે, હું મારા લગ્ન પહેલાં પર્યાવરણ માટે કંઈક સારું કામ કરી શકું છું. આ જ કારણે મેં શરત મૂકી જે મારા સાસરીપક્ષે માની લીધી તે મારા માટે ઘણી ખુશીની વાત છે.

1 મહિનામાં 100 વૃક્ષનું વાવેતર

દુલ્હાના પિતાએ કહ્યું કે, અમે સમય સમય પર વૃક્ષારોપણ કરીએ છીએ. વહુની 100 વૃક્ષો વાવવાની ઈચ્છા સાંભળીને અમે ખુશ થયા. હું મારા દીકરા અને વહુની હાઈટના 100 વૃક્ષ વાવીશ અને તેનું જતન કરીશ. જિલ્લા પ્રશાસન સાથે ચર્ચા કરીને અમે એક મહિનાની અંદર જ આ કામ કરશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો