દારૂડીયાએ અડધી રાતે પોલીસને ફોન કરી બોલાવી, ગાડી આવી તો બોલ્યો- ચેક કરવા માગતો હતો પોલીસ કામ કરે છે કે નહીં! વિડિયો થયો વાયરલ

ફોન કરીને પોલીસ આવશે કે નહીં, એ જોવા માટે નશામાં ધૂત એક ભાઈએ રાતના સમયે ઈમરજન્સી નંબર 112 ડાયલ કરી નાખ્યો. થોડી વારમાં પોલીસ વૈન સાથે ત્યાં પહોંચી ગઈ.

ફોન કરીને પોલીસ આવશે કે નહીં, એ જોવા માટે નશામાં ધૂત એક ભાઈએ રાતના સમયે ઈમરજન્સી નંબર 112 ડાયલ કરી નાખ્યો. થોડી વારમાં પોલીસ વૈન સાથે ત્યાં પહોંચી ગઈ. પોલીસે કારણ જાણવાની કોશિશ કરી તો, ગભરાવા લાગ્યો. પોલીસે કહ્યું શું તે અમને બોલાવ્યા, તો તેણે કહ્યું હા, મેં જ ફોન કર્યો હતો, પોલીસે પૂછ્યું શું તે દારૂ પીધો છે ? ના મેં બિયર પીધું છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો દારૂડીયો
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. હરિયાણાના એક સરકારી ઓફિસરે આ વીડિયો શેર કર્યો છે. જેના પર લોકો અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે.

આવી રીતે પોલીસનો દુરુપયોગ ન કરો
આઈપીએસ ઓફિસર પંકજ નૈને લખ્યું છે કે, પીધા બાદ આવી રીતે પોલીસને હેરાન ન કરો, ફુલ પી ગયા પછી પોલીસની યાદ આવે છે. 2 દિવસથી પોલીસની ગાડી દેખાઈ નહીં તો, 112 નંબર પર ફોન કર્યો. આ ઘટના પંચકૂલાની છે. પંકજ નૈને વીડિયો કેપ્શનમાં આગળ લખ્યું છે, પોલીસ સંસાધન પહેલાથી જ દુર્લભ છે, તેનો આવી રીતે દુરૂપયોગ ન કરો.

કોણ છે આ ટલ્લી થયેલ ભાઈ
વીડિયોમાં અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે. પોલીસ કર્મી આ શખ્સ સાથે પૂછપરછ કરી રહ્યા છે. જેમાં તેની ઓળખાણ રાયપુર રાનીના ટપરિયા ગામનો રહેવાસી નરેશ કુમાર તરીકે થઈ છે. આવી રીતે અચાનક પોલીસને બોલાવતા જોઈને પોલીસ પણ હેરાન થઈ ગઈ હતી.

એ જોવા માગતો હતો કે, પોલીસ આવે છે કે નહીં
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, પોલીસકર્મીઓેએ તેને પોલીસ બોલાવા પાછળનું કારણ જાણ્યું તો તેણે કહ્યું કે, સાંજના 5 વાગ્યે ટ્રેન નથી આવતી. હું ચાલતો જઈ રહ્યો છું અને કોઈ કાર નથી આવતી. એટલા માટે હું જોવા માગતો હતો કે, પોલીસ કામ કરી રહી છે કે નહીં. આ સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ.

બહું બધો દારૂ પી ગયો હતો
માનવામાં આવી રહ્યું છે કે, પોલીસકર્મીઓએ જોતા જ અંદાજો લગાવી લીધો હતો કે, આણે ખૂબ દારૂ પીધો છે. એટલા માટે તેમણે આ શખ્સનો વીડિયો ઉતારી લીધો. ત્યાર બાદ પોલીસે તેને સારી રીતે સમજાવ્યો કે, આવું ન કરવું જોઈએ. સમજાવ્યું કે, ફક્ત સંકટની ઘડીમાં જ 112 નંબર ડાયલ કરો. 15-20 મીનિટમાં પોલીસ તેમની પાસે પહોંચી જશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો