સુરતમાં ચાલતો નશાનો કારોબાર: ચેકપોસ્ટ પરથી 1 કરોડનાં ગાંજા સાથે ટ્રાન્સપોર્ટર ઝડપાયો

સુરતમાં ડ્રગ્સ અગેઇન નો કોમ્પરોમાઇઝ અભિયાન અંતર્ગત ડીસીબીએ નિયોલ ચેકપોસ્ટ પરથી એક ટ્રાન્સપોર્ટરને અંદાજે એક કરોડના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. ગૃહ રાજ્ય મંત્રીના હોમ ટાઉનમાં જ બીજા શહેરોમાંથી ગાંજો લાવતા અનેક પેડલરો સામે ડીસીબીએ લાલ આંખ કરી છે. પુણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં નિયોલ ચેક પોસ્ટ પરથી રવિવારે ગાંજા સાથે ઝડપાયેલો અરુણ મહાદીપ ડીંડોલી વિસ્તારનો રહેવાસી છે.

તે ઘણાં સમયથી ટ્રાન્સપોર્ટનાં વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. હાલ ડીસીપી પોલીસે કરોડ રૂપિયાના ગાંજા સાથે ઝડપાયેલા ઇસમની સધન પૂછપરછ હાથ ધરી છે. ડ્રગ્સ મંગાવનાર કોણ, ગાંજા માટે ફાયનાન્સ કરનાર કોણ, ક્યાંથી લાવવામાં આવ્યો, કેટલી વાર લાવ્યા, કોને કોને આપવામાં આવે છે. એવી તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો અનુસાર, તે બાતમીના આધારે ઝડપી પડાયો છે. જોકે હજી સુધી એની પૂછપરછ બાકી છે. અધિકારીઓ આખી રાત આરોપીની પૂછપરછ કરવામાં વ્યસ્ત રહયાં હતા. દરમિયાન આજે સવારે આરોપીને એનડીપીએસ કેસની યાદી સાથે કોવિડ-19ની તપાસ અને શારીરિક તપાસ માટે સિવિલ લવાયો હતો. ડ્રગ્સ સાથે ઝડપાયેલા ડીંડોલીનો ઈસમ અનેકની પોલ ખોલે અને આગામી દિવસમાં અનેક મોટા માથાની અટક કરાઇ એ વાતને પણ નકારી શકાય નહીં.

ચોરીની બાઇકો વેચી તે રૂપિયાથી એમડીનો નશો કરતા બે રીઢા વાહનચોરોને ડીસીબીની ટીમે પકડી પાડયા છે. બન્ને વાહનચોરો રાંદેર, વેસુ અને અડાજણ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ પેડલરો પાસેથી લઈ નશો કરતા હતા. પકડાયેલા ચોરોમાં જીશાન ઉર્ફે રીક્કી મઝહર શેખ અને સૈયદ ઐજાઝ સૈયદ નુર મોહમ્મદ સૈયદ છે. બન્ને ચોરો પાસેથી 5 ચોરીની બાઇકો રૂ.95 હજારની કબજે કરી હતી. એમડીનો નશો કરી બન્ને ચોરો બાઇક પર ફરવા નીકળતા પછી પેટ્રોલ પુરુ થાય ત્યાં બાઇક બિનવારસી પણ મુકી દેતા હતા. પાંચ બાઇકોની ચોરીના ગુનાઓ ઉકેલાયા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો