ઘઉંના જવારાનો રસ પીવાથી તબિયત રહે છે ટનાટન, સોજા ઉતારવા અને પાચન માટે પણ છે ફાયદાકારક, જાણો અને શેર કરો

ઘઉંને (wheat) જમીનમાં વાવ્યા બાદ જે ઘાસ ફૂટી નીકળે છે, તેને ઘઉંના જવારા કહેવાય છે. જેનું જ્યુસ પીવાથી શરીરને અનેક ફાયદા થાય (wheat grass juice benefits) છે. આ વ્હીટ ગ્રાસનું વૈજ્ઞાનિક નામ ટ્રિટિકમ એસ્ટિઅસિયમ (Triticum estiasium) છે. 6થી 8 ઇંચ લાંબા જવારાને પીસીને તેનો રસ કાઢીને પીવામાં આવે છે. તેમાં મેગ્નેશિયમ, ક્લોરોફિલ, કેલ્શિયમ, આયોડિન, સેલેનિયમ, જસત, આયર્ન, ફાઇબર, વિટામિન કે, વિટામિન બી, સી અને ઈ જેવા પોષક તત્વો હોય છે. તેના ખૂબ ફાયદા હોવાથી લોકો તેને ઘરે વાસણો અને લોનમાં ઉગાડે છે. ઘઉંના જવારાનો રસ પીવાના અગણિત ફાયદા છે.

ઘઉંના જવારાનો રસ પીવાના ફાયદા

એનિમિયાથી બચાવે છે

ઘઉંના જવારાને પીસીને રસ કાઢી તે પીવાથી લોહીની ઉણપ દૂર થાય છે. આ રસ પીવાથી વ્યક્તિને એનિમિયાનો ખતરો રહેતો નથી.

મેદસ્વીપણાથી છૂટકારો

અત્યારે મેદસ્વિતાની તકલીફ ધરાવતા લોકોની સંખ્યા ખૂબ વધુ છે. ઘઉંના જવારાનો રસ મેદસ્વીપણું દૂર કરે છે. ઘઉંના જવારામાં કેલરીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. ફાઇબર વધુ માત્રામાં હોય છે. આ રસ પીવાથી શરીરને પોષક તત્વો તો મળે જ છે સાથે પેટ પણ ભરેલા જેવું રહે છે.

પાચનમાં મદદ

ઘઉંના જવારાના રસના સેવનથી પાચન પ્રક્રિયા બરાબર થાય છે. તેમાં ઘણા પ્રકારનાં એન્જાઈમ્સ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જે શરીરને ખોરાકને પચાવવામાં મદદ કરે છે.

હૃદય રોગનું જોખમ ઘટાડે છે

ઘઉંના જવારાના રસનો વપરાશ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે હૃદયરોગનું જોખમ ઓછું હોય છે.

સોજામાં રાહત આપે
ઘઉંના જવારાના રસનું સેવન કરવાથી શરીરને સોજામાં રાહત મળે છે, તેની સાથોસાથ આંતરડાના સોજા પણ ઘટાડે છે. અલ્સરેટિવ કોલાઈટીસ થવાનો ખતરો પણ ઓછો થઈ જાય છે.

બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે
ઘઉંના જવારાનો રસ પીધા પછી બ્લડ પ્રેશર સામાન્ય રહે છે. હાઈ બ્લડ પ્રેશર ઘટાડવા માટે જાણીતા એટ્રોવાસ્ટેટિન જેવી જ અસરો ઉત્પન્ન કરે છે.

ઘઉંના જવારાનો રસ પીવાથી થતા નુકસાન

બેચેની
ઘઉંના જવારાના રસનું સેવન કરવાથી ઘણી વખત લોકો બેચેન થઈ જાય છે. તેથી જવારાનો રસ લેતા પહેલા તમારે તબીબની સલાહ લેવી જોઈએ અથવા ઓછી માત્રામાં સેવન કરવું જોઈએ.

એલર્જી
કેટલાક લોકોને એલર્જીની તકલીફ હોય છે, આવા લોકોએ એલર્જીનો ખતરો ટાળવા રસ લેતા પહેલા પરીક્ષણ કરાવવું જોઈએ.

ઝાડાનું જોખમ
આ રસના સેવનથી કોઈને પણ ઝાડાની સમસ્યા થઈ શકે છે. તેથી તેનું સેવન ખૂબ વધુ પ્રમાણમાં ન કરવું જોઈએ.

ગભરામણ
આ રસ પીવાથી ગભરામણ થઈ શકે છે. જોકે આ રસના સેવનના પ્રારંભે થાય છે અથવા ભૂખ્યા પેટે તેનું સેવન કરવાથી થાય છે.

(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચના સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. તેનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો