શિયાળામાં પીવો ગોળનું શરબત અને રહો તંદુરસ્ત, BP રહેશે કન્ટ્રોલમાં, રાત્રે આવશે સારી ઊંઘ, થાક બિલકૂલ નહીં લાગે, ખેતસીભાઈએ સમજાવ્યું મહત્ત્વ
વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ શિયાળામાં તંદુરસ્તી વધારવા માટે ખૂબ જ ઉપયોગી એવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શક્તિવર્ધક એવા ગોળના શરબતનો છે. ખેતસીભાઈનું કહેવું છે કે, શિયાળામાં નિયમિત ગોળ અને લીંબુનું શરબત પીવું જોઈએ. અડધા લીંબુનું પાણી બનાવી તેમાં ખાંડને બદલે ગોળ નાખવો જોઈએ. આ શરબતને વધારે ટેસ્ટી બનાવવા તેમાં વરિયાળી, એલચી અને જાયફળ નાખી શકાય છે.
આ શરબત પીવાથી બ્લડ પ્રેસર કન્ટ્રોલ થઈ જશે. સાથે જ રાત્રે ઊંઘ સારી આવશે, આંતરિક શક્તિ વધશે, સ્ફૂર્તિ અને તાજગી રહેશે તેમજ થાક પણ નહીં લાગે. ગોળ અને લીંબુના શરબતના નિયમિત સેવનથી વીર્યમાં પણ વધારો થશે. ખેતસીભાઈ કહે છે કે, ગોળ-લીંબુનું શરબત માત્ર શિયાળામાં જ નહીં ઉનાળા અને ચોમાસામાં પણ પીવું જોઈએ.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ. જય ભારત..
આ પણ વાંચજો..