શિયાળામાં પીવો આ 4 હેલ્ધી ડ્રિંક્સ: લવિંગની ચા પીઓ, તેનાથી શરીરને હૂંફ મળશે અને સિઝનમાં થતા ઈન્ફેક્શન દૂર થશે.

કડકડતી ઠંડીમાં શરીરને ગરમ રાખવા માટે માત્ર ચા કે કોફી નહીં પરંતુ સરળતાથી બનતા કેટલાક હેલ્ધી ડ્રિંક્સ પીવો. તેનાથી શરીરને હૂંફ મળશે અને આ સિઝનમાં થતા ઈન્ફેક્શન દૂર થશે. અહીં જાણો ચાર ડ્રિંક્સની રેસિપી અને તેનાથી થતા ફાયદા વિશે..

હળદવાળું દૂધ

દૂધને ઉકાળો, ત્યારબાદ તેમાં થોડા કાળા મરી અને હળદર નાખો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને હુંફાળું કરીને પીવો.

તેના ફાયદાઃ તેમાં એમિનો એસિડ હોય છે જેનાથી ઊંઘ સારી આવે છે. આ ડ્રિંકમાં રહેલા કેલ્શિયમ સાંધાના દુખાવાથી બચાવવામાં અસરકારક છે.

લવિંગની ચા

એક કપ પાણીમાં બે લવિંગ અને ચાની ભુકી નાખીને તેને ઉકાળો. સારી રીતે ઉકળી જાય એટલે ગાળી લો અને પીવો.

તેના ફાયદાઃ લવિંગની ચામાં મેગ્નેશિયમ હોય છે. તેનાથી બોડીની ઈમ્યુનિટી વધે છે. શરદી-ઉધરસથી રાહત મળે છે. તેમાં ફાઈબર હોય છે. તેનાથી ડાઈજેશન સારું રહે છે. કબજિયાત જેવી પેટની સમસ્યા દૂર થાય છે.

કાહવા

પાણી ઉકાળીને તેમાં એલચી, લવિંગ, તજ નાખો. થોડીવાર સુધી ઉકાળો ત્યારબાદ તેમાં ગ્રીન ટી અને કેસર ઉમેરો. એક મિનિટ બાદ ગેસ બંધ કરી દો. હવે તેને ગાળી લો. બદામના નાના ટૂકડા કરીને તેમાં નાખો અને મધ ઉમેરીને સર્વ કરો.

તેના ફાયદાઃ તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે જે તમને આ સિઝનમાં થતા ઈન્ફેક્શનથી બચાવવામાં મદદ કરે છે. બોડીને ડિટોક્સ કરવા અને સ્ટ્રેસ દૂર કરવામાં તે ફાયદાકારક છે.

તજની ચા

2 કપ પાણીમાં 1 ચમચી તજ પાવડર, 4 લવિંગ, 1 ટૂડકો આદુનો નાખી 10 મિનિટ સુધી ઉકાળો. ગાળીને તેમાં થોડાં ટીપાં લીંબુનો રસ અને 1 ચમચી મધ ઉમેરીને પીવો.

તેના ફાયદાઃ આ ચા ગેસની સમસ્યાને દૂર કરે છે અને ડાઈજેશન સારું કરે છે. તેને નિયમિત રીતે પીવાથી પેટની તકલીફ દૂર થાય છે. આ ચા બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રુવ કરે છે. સાથે જ બોડીમાં ઈમ્યુનિટી અને હીટ વધારીને ઠંડીથી બચાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો