શિયાળામાં રોજ ખાઓ ગાજર, 1 ગ્લાસ જ્યૂસ પીવાથી મળે છે અઢળક ફાયદા, વિટામીન્સનો ખજાનો છે ગાજર
શિયાળામાં ખાસ કરીને ગાજર ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. અનેક વિટામિન્સથી ભરપૂર ગાજરના અનેક સ્વાસ્થ્ય લાભ પણ છે. જો તમે જાણીને રોજ 1 ગ્લાસ તેનો જ્યૂસ પીઓ છો તો સ્કીન ગ્લો વધવાની સાથે આ અનેક ફાયદા મળશે. તો આજથી જ પીવાનું કરો શરૂ.
ગાજરમાં વિટામીન એ, સી,કે, બી 8 અને લોહતત્વ જેવા અનેક ખનીજ મળી રહે છે.
જાણો ગાજર કે તેના જ્યુસથી થતા ફાયદા
રોજ ગાજરનું સલાડ ખાવાથી કે જ્યૂસ પીવાથી ચહેરા પર ગ્લો આવે છે. તે વિષાક્તને ઘટાડે છે અને સાથે ખીલથી પણ છૂટકારો મળે છે.
ગાજરમાં વિટામીન એ વધારે મળે છે અને આંખોની રોશની પણ વધે છે.
ગાજરનો જ્યૂસ પીવાથી શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધે છે. ગાજરમાં ફાઈબર પણ વધુ હોય છે. જેથી શરીરની પાચનશક્તિ સારી રહે છે.
ગાજરનું કૈરોટીનાયડ હ્રદયના રોગીઓ માટે સારું હોય છે. ગાજર કોલેસ્ટ્રોલને પણ ઘટાડવામાં મદદ કરે છે.
ગાજરના રોજના સેવનથી લોહીમાં શર્કરાનું પ્રમાણ સારું રહે છે.
ગાજર ખાવાથી પેઢામાંથી લોહી આવતું અટકે છે અને દાંતની ચમક વધે છે.
ગાજરમાં બીટા કેરોટીન હોય છે અને તે પ્રતિરક્ષા પ્રણાલી માટે સારું હોય છે.
ગાજરના રસમાં મિસરી અને કાળા મરી મિક્સ કરીને પીવાથી ખાંસી સારી થાય છે. સાથે કફની સમસ્યામાં પણ આરામ મળે છે.
ગાજર ખાવાથી પેટ અને ફેફસાને કેન્સરનું જોખમ પણ ઘટે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..