એક વખત વાવ્યા પછી 45 વર્ષ સુધી ફળ આપે છે આ છોડ, 1 કિલો ફળની કિંમત 350 રૂપિયા

આજે પર્યાવરણને થઇ રહેલ ભારે નુકશાનથી સમયસર અને પુરતો વરસાદ ના મળતા કારણે ખેડૂતોને ખેતીમાં સારી ઉપજ મળતી નથી. એવા સમયે યોગ્ય અને આધુનિક ખેતી જ ખેડૂતોને પગભર બનાવી શકે છે. જેનું જીવંત ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ડાંગના સરવર ગામના એક યુવાન એન્જીનીયરે ‘ડ્રેગન ફ્રુટ’ ની ખેતી કરવાની શરૂઆત ત્રણ વર્ષ પહેલા કરી હતી અને આજે તેઓ સફળ રહ્યાં છે. પરંતુ જિલ્લાનું ખેતીવાડી તંત્ર હજુ ઉંઘમાંથી જાગ્યું નથી અને હજુ ખેડૂતની એકેય મુલાકાત કે ખેતીની કરી નથી.

ડાંગના સરવર ગામના બી.ઇ.સિવિલ થયેલા પ્રવિણ બાગુલ ક્લાસ વન અધિકારી (એન્જીનીયર) છે અને તેઓના પિતાજી પણ સરકારી નોકરીમાં હતા પરંતુ પ્રવિણભાઇ કહે છે.

છોડ 25 થી 45 વર્ષ સુધી જીવતા રહી ફળ આપે છે

બાળપણથી તેઓ ખેતીના કામમાં સક્રિય રહ્યાં અને પિતાજીને ખેતીમાં સતત મદદ કરતા હતા. આજે તેમણે એક સારા અધિકારી જ નહીં પણ સારા અને આધુનિક ખેડૂત તરીકે ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ડાંગ જિલ્લામાં ‘ડ્રેગેન ફ્રુટ’ ની ખેતી કરનારા તેઓ પ્રથમ છે અને આ ખેતી અંગેનું તેઓનું આયોજન લાંબુ અને મોટું પણ છે. તેઓની આ નવા પ્રકારની ખેતી પ્રત્યે ખેતીવાડી તંત્રનું ઉદાસીન વલણ અનેક શંકાઓ પેદા કરે છે. કેક્ટસ પ્રકારની પ્રજાતિનાં આ ‘ડ્રેગન ફ્રુટ’ કંબોડીયા, ચીન વગેરે દેશોમાં સૌથી વધુ થાય છે અને 40 ડીગ્રીથી વધુ તાપમાન ધરાવતા વિસ્તારોમાં આ ફળના છોડમાંથી વધારે ઝડપથી વિકસે છે. તેના છોડ 25 થી 45 વર્ષ સુધી જીવતા રહી ફળ આપે છે.

માર્કેટ વેલ્યું રૂ.200 થી 350 કિલો

આમ આ લાંબા ગાળાની ખેતી દર વર્ષે એક જ વાર ફળ આપે છે અને તે પણ ઓગષ્ટ અથવા ત્યારબાદ અને તેના છોડ પ્રથમ વર્ષથી જ ફળ આપવાનું શરૂ કરી દે છે. ત્રીજા વર્ષથી તેના ઉત્પાદનમાં સારો વધારો થાય છે. તેનું માર્કેટ વેલ્યું રૂ.200 થી 350 કિલો છે. દેખાવમાં થોડું અલગ લાગે છે પરંતુ ગુણધર્મની દ્રષ્ટિએ વિશ્વનું સૌથી સારું ફળ કહેવામાં આવે છે. લાલ, ગુલાબી અને પીળા કલરના આ ફળ અનેક લાઇલાજ બિમારીઓના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે.

ઉનાળામાં છોડને ચાર દિવસે પાણીની જરૂર

ખેડૂતો માટે વધારે ઉપજ અને ફાયદો આપતા આ ‘ડ્રેગન ફ્રુટ’ ની ખેતીને માત્ર પાણીની જરૂર રહે છે. ઉનાળામાં ચાર અને શિયાળામાં 8 દિવસે તેને પાણીની જરૂર રહે છે. તેની ખેતી ગાય-ભેંસ વગેરે ચરી જઇ નુકશાન કરે તેવી કોઇ ભિંતી રહેતી નથી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો