આ મહિલા ડોક્ટરે અમેરિકાની ધીકતી કમાણી છોડી ભારતમાં શરૂ કર્યો અનોખો સેવાયજ્ઞ

ડૉ મિશેલ હેરિસન નામની આ મહિલાનું ડૉક્ટર તરીકેનું સફળ કરિયર રહ્યું છે અને તેઓ ગાઈનિકોલોજિસ્ટ તેમજ સાઇક્યાટ્રિસ્ટ છે. તેઓ બાળકો માટેની સંસ્થા જ્હોન્સન એન્ડ જ્હોન્સનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રહી ચૂક્યા છે અને વૈશ્વિક યુનિવર્સિટીમાં ભણાવી પણ ચૂક્યા છે. પણ, એક દિવસ આ મહિલાએ તેમનું અમેરિકા સ્થિત ઘર વેચી નાખ્યું અને બધું છોડીને તેઓ કોલકાતા આવી ગયા. અહીં તેઓ દિવ્યાંગ અને ત્યજી દેવામાં આવેલા બાળકોનો એક માતા તરીકે ઉછેર કરી રહ્યા છે.

કોલકાતા આવીને આશ્રયગૃહની સ્થાપના કરી

આ ડૉક્ટર મહિલાએ જ્યારે તેમના બીજા બાળકને દત્તક લીધું ત્યારબાદ તેમણે કોલકાતા આવવવાનું વિચાર્યું. કારણકે તેઓ આ બાળકના બાયોલોજિકલ માતા-પિતા સાથે તેની મુલાકાત કરાવવા માગતા હતા. પણ, તેઓ આ કાર્યમાં સફળ રહ્યા નહીં. તેમણે જાણ્યું કે આ પ્રકારના ત્યજી દેવાયેલા બાળકોને આશ્રયગૃહોમાં બાંધીને રાખવામાં આવતા હોય છે. મિશેલ હેરિસન નામના આ મહિલા ડૉક્ટર કેન્સર સામેની સફળ લડત લડી ચૂક્યા છે. ત્યારબાદ તેમણે કોલકાતા આવીને શિશુર સેવાય નામના આશ્રયગૃહની સ્થાપના કરી કે જ્યાં ત્યજી દેવામાં આવેલી અને દિવ્યાંગ બાળકીઓને આશરો આપવામાં આવે છે.

બાળકીઓને શિક્ષણ આપવાનું કાર્ય પણ કરે છે

અમેરિકામાં લાખો રૂપિયાના પગારની નોકરી છોડીને કોલકાતા આવીને Shishur Sevay નામના આશ્રયગૃહની સ્થાપના કરનાર મિશેલ હેરિસન નામના આ મહિલા ડૉક્ટર અહીં બાળકીઓને શિક્ષણ આપવાનું કામ પણ કરે છે. આ સિવાય અહી આંખના હલનચલન થકી કમ્યુનિકેશન કેવી રીતે કરવું તેની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. તેઓને અહીં રહેતા બાળકોની ચિંતા છે માટે ઘણીવખત તેઓ રાત્રે ઊંઘતા પણ નથી.

આ મહિલા ડૉક્ટર દિવ્યાંગ બાળકીઓ માટે છે ચિંતિત

મિશેલ હેરિસન નામના આ મહિલા ડૉક્ટરને એ પ્રકારની ચિંતા પણ સતાવી રહી છે કે તેમના મૃત્યુ બાદ આ સંસ્થાનું શું થશે અને ફંડ પણ કેવી રીતે મળશે. તેમની દીકરીએ અમેરિકામાં એક સંસ્થા સ્થાપી છે કે જેમાં Shishur Sevay માટેનું ફંડ એકત્ર કરવામાં આવે છે. મિશેલ હેરિસન જણાવે છે કે મારી દીકરીઓ મારી તાકાત છે. તેઓ મને અહીં મળવા માટે પણ આવે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો