સતત ફિલ્ટર્ડ પાણીના ઉપયોગથી વિટામીન-૧૨ની ઉણપ પેદા થઈ શકે: ડૉ. અર્ચના પટેલ
વેજીટેરીયન તથા ફિલ્ટર્ડ પાણીનો ઉપયોગ કરનાર વ્યકિતને વિટામીન બી-૧૨ની ઉણપ થવાની શકયતા વધુ હોવાનાં અભ્યાસ સાથે નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા મહિલા તબીબ અર્ચના પટેલ દ્વારા પીએચ.ડીનો અભ્યાસ પૂર્ણ કરવામાં આવ્યો છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલ ગર્વમેન્ટ મેડિકલ કોલેજ ખાતેનાં પેથોલોજી વિભાગનાં ડૉ. અર્ચના પટેલ દ્વારા ડૉ.બી.એમ.ઝા નાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા પીએચ.ડીનાં અભ્યાસ અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા દક્ષિણ ગુજરાતનાં દર્દીઓ ઉપર એક ખાસ અભ્યાસ કરવામાં આવ્યો હતો. ન્યુટ્રીશનલ એનિમીયા(કુપોષણ) અંગેનાં સંશોધન દ્વારા કેટલીક રસપદ તથા સમાજનું ધ્યાન દોરી શકાય એવી હકીકતો ઉજાગર થઇ છે. અભ્યાસમાં ૪00 જેટલા એનિમીયા(લોહીની ઉણપ)નાં દર્દીઓનાં ૧૨-૧૫ જેટલા ઝીણવટભર્યા ટેસ્ટ તથા તેનાં પરિણામનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતુ. જેનાં તારણ મુજબ ૩૯.૨૫ ટકા
એનિમીયાનાં દર્દીઓમાં વિટામીન બી-૧૨નું પ્રમાણ ઓછું જોવા મળ્યું.
વિટામીન બી-૧૨નું પ્રમાણ ઓછુ ધરાવનાર વ્યકિઓમાં મોટાભાગનાં એટલે કે ૫૮.૬૮ ટકા લોકો વેજીટેરિયન ખોરાક જ વપરાશમાં લઇ રહ્યા હતા ઉપરાંત તેમાં ૮૮.૯ ટકા લોકો ફિલ્ટર્ડ પાણીનો ઉપયોગ કરતા હતા. જેના પ્રમાણમાં સાદુ એટલે કે ફિલ્ટર્ડ કર્યા વગરનું પાણી પીનારા ૩૮.૧ ટકા લોકોમાં વિટામીન બી૧૨ની ઉણપ જણાઇ હતી.
આ અગાઉ પણ કેટલાક અભ્યાસ દરમિયાન બી૧૨ની ઉણપને R.O.નાં પાણીનાં વપરાશ સાથે સાંકળવામાં આવેલ છે. જો કે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતો બહોળો વર્ગ સામાન્ય પરિવારમાંથી આવતો હોઇ ખુબ જ ઓછી સંખ્યામાં લોકો ફિલ્ટર્ડ પાણી પીનારા હતા. જેથી મોટી સંખ્યામાં યોગ્ય આર્થિક સ્તરણ સમાજવર્ગ પર બી-૧૨ લેવલનો અભ્યાસ કરવામાં આવે તો સાતત્ય ચકાસી શકાય તેમ છે.
આ અંગે ડૉ.અર્ચના પટેલએ જણાવ્યું હતુ કે વિટામીન બી-૧૨ની ઉણપથી થતો રોગ એક પ્રકારનું કુપોષણ છે જેને મેગાલોક્લાસ્ટિક એનીમિયા તરીકે ઓળખવામાં આવે છે. આ રોગનાં લક્ષણોમાં મુખ્યત્વે શરીરની નબળાઇ જલ્દીથી થાક લાગવો, માથાનો દુઃખાવો, ભુખ ઓછી થવી, પગ અને હાથમાં મોજા પહેરવાનાં ભાગ સુધી ખાલી ચડવી ઝણઝણાટી થવી અથવા બહેરાશ આવવી વગેરેનો સમાવેશ થાય છે ડૉ.અર્ચના પટેલ દ્વારા કરવામાં આવેલ મહાનિંબધને યુનિવર્સિટીએ ગ્રાહ્ય રાખતા તેમને પીએચ.ડીની ડિગ્રી એનાયત કરવામાં આવી છે.
વિટામીન બી-૧૨ની ઉણપ હૃદયરોગનું કારણ બની શકે!
બી-૧૨ની ઉણપ વધુ ગંભીર હોય તો કરોડરજ્જુની ચેતાઓને પણ નુકશાન થઇ શકે છે. જેનાં કોણે દર્દીને ચાલવામાં તથા શરીરનું સંતુલન જાળવવામાં તક્લીફ ઉભી થાય છે. વધુમાં બી-૧૨ની ઉણપ ધરાવનાર દર્દીઓમાં હોમોસીસ્ટીન નામનાં પ્રોટીનનું પ્રમાણ પણ વધી જાય છે. જેને હૃદયરોગનું એક કારણ પણ ગણવામાં આવે છે.
પ્રાચીન પરંપરા મુજબ ઉકાળેલું પાણી જ પીવું અતિ યોગ્ય
વિટામીન બી-૧૨ ફક્ત પ્રાણીજન્ય ખોરાકમાંથી મળી રહે છે જયારે ફળો શાકભાજીમાં તેનું પ્રમાણ નહીવત હોય છે. જેથી વેજીટેરીયન વ્યકિતઓએ ખાસ પ્રમાણમાં અન્ય પ્રાણીજન્ય ખોરાક જેમ કે દહીં, છાશ, પનીર, તથા ચીઝનો ઉપયોગ વધુ કરવો જોઇએ. આર.ઓ. આધારીત વોટર ફિલ્ટરનાં સ્થાને અન્ય સિસ્ટમનાં જેવા કે U.V rays, Ultrafiltrationનો ઉપયોગ કરવો જોઇએ. અથવા ફક્ત ગરણીથી ગાળીને ઉકાળેલુ પાણી જ પીવામાં આવે તો તેમાં વીટામીન બી-૧૨નું પ્રમાણ જળવાઇ રહે છે. આમ પ્રાચીન પરંપરાને જ અનુસરવામાં આવે તો આ રોગથી બચી શકાય છે.
આ પણ વાંચજો… વિટામીન B12 ની ઉણપ છે તો ખાસ કરો આ વસ્તુનું સેવન
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..